________________
( ૮૦ )
યોગદસમુખથય ભદ્રક' થઈ પડશે ! કલ્પનામાત્ર રૂડો લાગશે! તેઓને આ યોગમાર્ગમાં ઉભવાનું સ્થાન જ નહિ રહે, કારણ કે આ અપરિણામી વાદમાં ભવ-મેક્ષનો મુખ્ય ભેદ પણ ઘટશે નહિં, કાં તો ભવ ને કાં તો મોક્ષ એ બેમાંથી એક જ અવસ્થા રહેશે. જે એક ભવ અવસ્થા જ રહે છે એમ માનશો, તે મેક્ષસાધક ગમાર્ગનું પ્રયજન નિષ્ફળ થશે; ને જે એક મોક્ષ અવસ્થા જ રહે છે એમ માનશે તો પછી આ મોક્ષસાધક યોગમાર્ગની જરૂર જ ક્યાં રહી? આમ કૃતનાશ અને અતાગમ વગેરે અનેક દૂષણ આવશે. એટલે આ એકાંત અપરિણામવાદ-એકાંત ફૂટસ્થ નિત્ય આત્મા માનો તે અયુક્ત છે.
" एवं च योगमार्गोऽपि मुक्तये यः प्रकल्प्यते । સોડપિ નિર્વિવચન નામાત્રમ —(જુઓ) ગબિન્દુ, શ્લ૦ ૪૭૮-૪૮૯.
એક કહે નિત્ય જ આતમતવ, આતમ દરિસણ લીને; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહી.”—શ્રી આનંદઘનજી ૨. સર્વથા ક્ષણિકાદ એટલે આત્માને જે એકાંત અનિત્ય જ માનવામાં આવે, તો અખંડ એક વસ્તુ વિના પરિણમન કોનું થશે? ક્ષણ પછી તે આત્મા વિનાશ પામી
જશે, એટલે વસ્તુ જ નહિં રહે, તો પછી તથારૂપ પરિણમન વિના ક્ષણિકવાદ આ ગદષ્ટિ પણ કોને પ્રાપ્ત થશે? ક્ષણ પછી ક્ષણનું* અનુસંધાનઅયુકત અન્વય માનવામાં આવે, તો ક્ષણિકવાદ છોડી દેવું પડશે. આમ કાં તો
પરિણામી આત્માને એક નિત્ય અખંડ વસ્તુરૂષ માનવો પડશે, ને કાં તો ગઢષ્ટિનો લાભ જતો કરવો પડશે. આ યોગદષ્ટિનો લાભ જે જતો કર્યો, તો ગમાર્ગમાં ક્ષણિકવાદને ઉભવાનું સ્થાન જ રહેશે નહિં; બંધ–મોક્ષ, સુખ-દુઃખ આદિ વ્યવસ્થા પણ ઘટશે નહિં.
“સીગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે,
બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણે.”—શ્રી આનંદધનજી વળી જે ક્ષણિક છે એમ જાણીને જે કહે છે, તે કહેનારો પોતે ક્ષણિક નથી, એ અનુભવથી પણ આમાં નિત્ય છે એમ નિશ્ચય થાય છે. કયારેય પણ કઈ પણ વસ્તુનો કેવળ સર્વથા નાશ થતો નથી, માત્ર અવસ્થાંતર થાય છે. અને ચેતનને જે અવાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે? તે તપાસી જુઓ. * “ક્ષનિવારવંતુ નૈવાય ક્ષાસૂઈ જવનારાતઃ | અવસ્થામાવતtsણાથથાકવચમાવત: ”-( જુઓ) ગબિન્દુ, ૦ ૪૫૮-૪૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org