SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ તૃણું ગમય ને કાષ્ટના, અગ્નિકણુ સમ માન; દીપપ્રભાનું પણ વળી, જિહાં હેય ઉપમાન; રતન તેમ તારા અને, રવિ ને શશિ સમાન; દષ્ટિ એમ સદ્દષ્ટિની, અષ્ટ પ્રકારે જાણ. ૧૫. આટલો પ્રથમ ગુણસ્થાકને પ્રકર્ષ છે-પરાકાષ્ઠા, છેલ્લી હદ છે, એમ સમયવિદે-શાસ્ત્ર કહે છે. ' ૫. સ્થિરા તે ભિન્નગ્રંથિ-એટલે જેની ગ્રંથિ ભેદાઈ છે એવા સમ્યગદષ્ટિને જ-ભેદજ્ઞાનીને જ હેય છે. તેને બંધ રત્નપ્રભા સમાન હોય છે. તેને ભાવ-(૧) અપ્રતિપાતી-પડે નહિ એ, (૨) પ્રવર્ધમાન-વૃદ્ધિ પામતો જતે, (૩) નિરપાય-અપાય રહિત, બાધા રહિત, (૪) બીજાને પરિતાપ નહિં પમાડનાર, (૫) પરિતોષને હેતુ અને (૬) પરિજ્ઞાન આદિનું જન્મસ્થાન છે. ૬. કાંતામાં–આ બેધ તારાની પ્રભા સમાન હોય છે. એટલા માટે એ પ્રકૃતિથી-સહજ સ્વભાવથી સ્થિત જ હોય છે. અત્રે અનુષ્ઠાન-(૧) નિરતિચાર, (૨) શુદ્ધ ઉપગ અનુસારી, (૩) વિશિષ્ટ અપ્રમાદથી સંગત, (૪) વિનિયોગપ્રધાન, (૫) અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. ૭. પ્રભામાં સૂર્યની પ્રભા સમાન બંધ હોય છે. (૧) તે સર્વદા ધ્યાન હેતુ જ હોય છે, (૨) અહીં પ્રાયે વિક૯પનો અવસર હોતો નથી, અને (૩) અહીં પ્રશમસાર ( પ્રશમ જેને સાર છે એવું) સુખ હોય છે. અત્રે-(૪) અન્ય શાસ્ત્રો અકિંચિકર હોય છે -કંઈ નહિં કરી શકે એવા નકામાં થઈ પડે છે, (૫) સમાધિનિક અનુષ્ઠાન હોય છે, (૬) તેની સંનિધિમાં વૈર આદિની ના હોય છે, “તસ્વનિશ વૈિરવિના', (૭) પરાનુગ્રહ-કર્તાપણું હોય છે, (૮) વિનેયો-શિષ્ય પ્રત્યે ઓચિત્યાગ હોય છે, (૯) તથા અવંધ્ય એવી સતક્રિયા હોય છે. ૮. પરામાં તે ચંદ્રની ચંદ્રિકાની પ્રજા સમાન બોધ હોય છે. સર્વદા સધ્યાનરૂપ જ એવો તે વિકપરહિત માનવામાં આવ્યો છે. (૧) તે વિકલ્પના અભાવથી ઉત્તમ સુખ હોય છે, (૨) આરૂઢના આરહણની જેમ અત્રે પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન નથી હેતું-ચઢેલાને ચઢવાનું શું? તેની પેઠે. (૩) પરોપકારીપણું–થાભવ્યત્વે પ્રમાણે, (૪) તથા પૂર્વવત અવંધ્ય સક્રિયા હોય છે. એમ સામાન્યથી ન gિgધા-સદ્દષ્ટિની–મેગીની દૃષ્ટિ અષ્ટ પ્રકારની છે. અત્રે– કા-ગ્રંથિભેદ થયે સદ્દષ્ટિપણું હાય. અને તે ગ્રંથિભેદ તો દીર્ધ ઉત્તરકાળ-આગળ ઉપર ઘણા લાંબા વખતે હોય છે, તે પછી સદ્દષ્ટિની દૃષ્ટિ આઠ પ્રકારની શી રીતે ? સમાધાન–સદ્દષ્ટિના અવંધ્ય-અચૂક હેતુપણ કરીને મિત્રા આદિ દષ્ટિઓનું પણ સતીત્વસતપણું છે એટલા માટે. શબ્દ ખડી સાકરની નિષ્પત્તિમાં-બનાવટમાં શેરડી, રસ, કાવો ને ગેળ જેવી આ મિત્રા આદિ છે અને ખાંડ, સાકર, અશુદ્ધ સાકરના ગઠ્ઠા, ને શુદ્ધ સાકરની ચાસલા બરાબર બીજી ચાર દષ્ટિઓ છે, એમ આચાર્યો કહે છે. કારણ કે ઈક્ષ (શેરડી) વગેરેનું જ તથાભવન–તેવા પ્રકારે પરિણમન થાય છે. આ મિત્રા આદિ રુચિ આદિ ગોચર જ છે,–આ મિત્રા વગેરેમાં રુચિ આદિ હેય જ છે, કારણ કે એને જ સંવેગ-માધુર્યની ઉપપત્તિ હોય છે –એમના ઇક્ષુ સમાનપણને લીધે. અને નલ વગેરે જેવા તથા પ્રકારના અભવ્ય છે,-સંગરૂપ માધુર્યના શ્યપણાને લીધે. આ ઉપરથી સર્વથા અપરિણમી અથવા ક્ષણિક આત્મવાદમાં દષ્ટિભેદનો અભાવ કહ્યો, કારણ કે તેના તથાભવનની–તેવા પ્રકારે પરિણમનની અનુપ પતિ છે, અઘટમાનપણું છે, તેવા પ્રકારે પરિણમન ઘટતું નથી, તેથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy