________________
( ૧૨ )
યોગન્નિસમુચ્ચય
અત્રે ચારિ=ચા, સંજીવની=સજીવન કરે એવા ઔષવિશેષ, ચાર=ચરવું તે. ચરામાં સ'જીવની માટે ચરવું તે ચારિસ જીવનીચાર ન્યાય-ઢષ્ટાંત. આને ભાવાથ આ કથા ઉપરથી સમજી શકાય છે:-~
,
‘સ્વસ્તિમતી ' નામની નગરજનાથી ભરેલી એવી નગરી હતી. તેમાં બ્રાહ્મણની કાર્ય પુત્રી હતી, તથા તેની એક સખી હતી, અને તે જ તેના નિરવધિ પ્રેમનું પરમ પાત્ર હતી. પછી તે બન્નેના વિવાહ થયા, એટલે બન્ને જૂદા જૂદા સ્થાને રહેવા લાગી.
પછી એક દિવસ દ્વિજપુત્રોને ‘સખી કેમ હશે ?' એમ ચિંતા ઉપજી. એટલે તે પરાણા દાખલ તેને ત્યાં ગઇ, ને જોયું તે તેને વિષાદમાં-શાકમાં ડૂબી ગયેલી દીઠી. એથી તેને પૂછ્યું– સખી! હારૂં મુખ આટલું બધું કેમ લેવાઇ ગયું છે ? ’ તેણે કહ્યું-‘હું પાપણી પતિની બાબતમાં દુર્ભાગી-કમનશીબ છું.? સખી દ્વિજપુત્રીએ કહ્યું-‘તું વિષાદ મ કર ! આ વિષાદમાં ને વિશ્વમાં કાંઇ ફેર નથી, વિષાદ (શાક) વિષ જેવા છે. હું ત્હારા પતિને મૂળિયાના પ્રભાવથી વૃષભ (ખળદીએ) બનાવી દઇશ.' એમ કહી તેને મૂળિયું આપી તે પેાતાના નિવાસસ્થાને ગઇ.
પછી તે નાખુશ મનવાળી બ્રાહ્મણપુત્રીએ તે મૂળિયું પેાતાના પતિને આપ્યું, કે તરત જ તે ભરાવદાર ખાંધવાળા મળદ બની ગયા. એટલે પછી પશ્ચાત્તાપથી તે હૃદયમાં દીલગીર થઇ કે હવે આ પુન: સર્વ કાર્યમાં સમર્થ એવા પુરુષ કેમ થાય ? પછી તે તેને બળદેશના જૂથની સાથે રાજ હાર ચારા ચરાવવા લાગી.
પછી એક દિવસ તે વૃષભ વડના ઝાડ નીચે વિશ્રામ લેતેા હતેા ત્યાં તેની શાખામાં વિશ્રાંતિ લઇ રહેલા વિદ્યાધર યુગલને પરસ્પર વાત્તૉલાપ ચાલવા લાગ્યા. તેમાં વિદ્યાધર આવ્યે અત્રે આ વૃષભ છે તે સ્વભાવથી નથી, પણ વિપરીત ગુણથી ઉપયા છે. તેની પત્નીએ કહ્યું-તે પુન: પુરુષ કેમ થાય ?’ તેણે કહ્યું−‘બીજા મૂળિયાના ઉપયાગથી.’ વિદ્યાધરીએ પૂછ્યું- તે કયાં છે ? ’ તેણે કહ્યું- તે આ ઝાડની નીચે છે.’
આ સાંભળીને,“ જેને મનમાં પશ્ચાત્તાપ ઉપજ્યેા હતેા, એવી તે પશુ-પત્નીએ (બ્રાહ્મણીએ ), ભેદને નહિઁ' જાણતા એવા તે વૃષભને તે બધા ચારા ચરાવવા માંડ્યો, તે ચરવા માટે છૂટા મૂકી દીધા. એટલે ચરતાં ચરતાં તે મૂળિયું ખાવામાં આવતાં, તે વૃષભ તરત જ પુરુષ થઈ ગયા.
આમ પરમ નિષ્પક્ષપાતપણું સૂચવતું આ હૃષ્ટાંત છે. આમાં કાઇ પણ દર્શોનના-મતના આગ્રહ નથી. પણ ચારેકાર ચરી-ફરી સાચા તત્ત્વજિજ્ઞાસુને મધ્યસ્થતાથી ‘સજીવની ’ તત્ત્વ શેાધી કાઢવાના નિર્મલ બેધ છે. આદિ ક’વતાને એટલે ધર્મ માર્ગ ની શરૂઆત નીતિ અતિ ઉત્તમ છે.
કરનારાને માર્ગે અવતારવા માટે
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org