________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન
(૬૧) જન પશુ લેક કલ્યાણ યજ્ઞ પર,
હેમું અંગ સહુ હાર. ” –સરસ્વતીચંદ્ર અને તેઓની આવી પરમાર્થ પ્રવૃત્તિ હોય છે, તેના કારણે આ પ્રમાણે છે –
૧. શુદ્ધ બેધનું હેવાપણું– તે સમદષ્ટિ પુરુષને બેધ શુદ્ધ હોય છે, રાગશ્રેષ-મોહની અશુદ્ધિથી રહિત હોય છે, પરભાવના સ્પર્શ વિનાને નિર્મલ હોય છે.
૨. આગ્રહરહિતપણું–તેઓના સર્વ પ્રકારના મતાગ્રહ, દર્શનાગ્રહ, અભિનિવેશો સર્વથા દૂર થઈ ગયા હોય છે, તેઓ અત્યંત મધ્યસ્થ અને નિષ્પક્ષપાત હોય છે.
૩. મૈત્રી આદિને પરતંત્રપણું–તેઓ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યચ્ચ-એ ચાર ભાવનાઓથી અત્યંત ભાવિતાત્મા હોય છે. તેઓ સમસ્ત જગત્ સાથે મૈત્રી ધરાવે છે. જ્યાં કયાંય ગુણ દેખે ત્યાં તેઓ અમેદ પામે છે. “પર ગુણના પરમાણુને પણ પર્વત જે કરી તે વિરલા સંતપુરુષો પોતાના હૃદયમાં અત્યંત વિકસિત થાય છે.” સંસાર દુઃખથી દુઃખી જીવને જોઈને તેના પર તેમને કરુણાભાવ ઉપજે છે. આ જગતજીવો બિચારા સન્માર્ગને છોડી ઉભાગે ગમન કરી દુઃખી થઈ રહ્યા છે, તેઓને હું સન્માર્ગને બોધ કરી તે દુઃખમાંથી છોડાવું, એવી કરુણું તે પરમ કૃપાળને વછૂટે છે. અને કઈ વિપરીત વૃત્તિવાળો હોઈ, સમજાવ્યા સમજે એમ ન હોય, તે ત્યાં તેઓ ઉપેક્ષા કરે છે, મધ્યસ્થ ભાવ ધારણ કરે છે.
૪. ગંભીર ઉદાર આશય–તેઓને આશય-ચિત્તપરિણામ એટલે બધે ગંભીર હોય છે, એટલે બધા ઊંડા–અગાધ હોય છે, કે તે કળી શકાતો નથી, તેને તાગ પમાતો નથી, સાગરની જેમ તેના ઊંડાણની ખબર પડતી નથી. તેમ જ તે આશય એટલે બધે ઉદાર હોય છે, એટલી બધી ઉદારતાવાળે વિશાળ હોય છે કે તે સમુદ્ર જેમ સર્વ કોઈને પિતાના વિશાળ પટમાં સમાવી દે છે, તે સમ્યગ્દષ્ટિ યોગીઓ આવા “સાગરપેટા” તાળવામી” હોય છે.
૫. ચારિસંજીવની ન્યાયનું અનુસરણ–તેવા ગંભીર–ઉદાર આશયવાળા તે સમ્યગ્દષ્ટિઓ “ચારિસંજીવની ન્યાયને અનુસરે છે. તે આ પ્રમાણે –
– ચારિસંજીવની ચાર ન્યાય – " चारिसंजीवनीचारन्याय एष सतां मतः ।।
નાથાષ્ટસિદ્ધિઃ ચાદ્ધિશેorવિજર્માન્ ” --શ્રી બિન્દુ, ૧૧ આ ચારિસંજીવની ચાર ન્યાય પુરુષોને સંમત છે, નહિં તો વિશેષ કરીને ધર્મકાર્યની શરૂઆત કરનારાઓને ઇષ્ટ સિદ્ધિ થાય નહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org