________________
( ૬૦ )
યોગદષ્ટિસંચય દષ્ટિ પુરુષો સારી પેઠે સમજે છે, અને એટલે જ તેઓ “ચા” નિરાગ્રહ પદને ન્યાસ કરીને-આગળ મૂકીને તે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા મધ્યસ્થતા કરે છે. અને એમ મધ્યસ્થ પરીક્ષા કરતાં તે સ્યાદ્વાદી મહાજનેને
ચોક્કસ ભાસે છે કે આ બધા દર્શનો એક દર્શનરૂપ જ છે, જિનદર્શન અથવા શુદ્ધ આત્મદર્શનરૂપ પુરુષના અંગરૂપ જ છે. તે આ પ્રકારે – કલ્પવૃક્ષ સમા તે જિનદર્શનના બે પગને સ્થાને સાંખ્યદર્શન ને યોગદર્શન છે;
બૌદ્ધ અને મીમાંસક એ બે તેના બળવાન હાથ છે; કાયતિક પડ દરિસણુ મત તેની કુક્ષિ સ્થાને છે, જેના દર્શન બાહ્યાભંતર પ્રકારે તેના જિનઅંગ મસ્તકને સ્થાને-ઉત્તમાંગરૂપે શોભે છે. આમ “ધુરિ–પ્રથમ “સ્યા ” ભણજે” પદરૂપ ન્યાસ અક્ષર મૂકીને, ષડ દર્શનની આરાધના જિન દર્શનના
આરાધક પુરુષો કરે છે. તેથી જ તેઓ અત્યંત મધ્યસ્થ હોય છે. તેઓ પિતાના અંગનું ખંડન કેમ કરી શકે?
“જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદ રે;
આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુઃખ અંગ અખેદે રે.ષડ. ભેદ અભેદ સોગત મીમાંસક, જિનવર કર દેય ભારી રે,
લોકાલેક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે....ષડ કાયતિક કૂખ જિનવરની, અંશ વિચાર જે કીજે રે,
તવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ?.ષડ. જેન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે, અક્ષર ન્યાસ ધુરિ આરાધક, આરાધે ધરી સંગે રે.ષડ. ”
શ્રી આનંદઘનજી ઈત્યાદિ પ્રકારે જેની “તત્વવિચાર સુધારસધારા” અખંડપણે ચાલ્યા કરે છે, એવા આ મહાત્મા સમ્યગૃષ્ટિ “જોગી જને”ને જૂદા જૂદા મત-દર્શનને આગ્રહ કેમ હોઈ શકે?
તેમ જ આ મહાજનની પ્રવૃત્તિ પણ પસાથેપરમાથે હોય છે. “ોપારા સતાં વિમૂતાઃ” આ સંતપુરુષોની વિભૂતિઓ પરોપકારને અર્થે હોય છે. જનકલ્યાણના યજ્ઞની
વેદી પર તેઓ પોતાના સર્વ અંગ હોમી દે છે, મન-વચન-કાયાની પરાર્થપ્રવૃત્તિ સમસ્ત શક્તિ ખચી નાંખે છે. પોતાને જે આત્માર્થન-પરમાર્થને
લાભ થયે, તે અન્ય જીવોને પણ થાય એવા નિર્મલ પરમાર્થ પ્રેમથી, આ સમ્યગૂઢષ્ટિ પુરુષો પરમાર્થ પ્રવૃત્તિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org