________________
(૪૦)
ગદષ્ટિસમુચ્ચય સમ્યગદર્શન–આમ ગ્રંથિભેદના ફળ-પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. તન્યાથનું શ્રદ્ધાન તે સમ્યગદર્શન છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા,
બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ છે. તેના ભૂતાઈનું–પરમાર્થનું શ્રદ્ધાન સમ્યગ્દશન થવું, શ્રદ્ધા ઉપજવી, પ્રતીતિ થવી તે સમ્યગદર્શન છે.* “આ નવ તત્વ
રૂપ અનેક વર્ણની માળામાં એક આત્મતત્વરૂપ સુવર્ણસૂત્ર-સેનાનો દોરો પરોવાયેલે છે, ચિરકાળથી છૂપાઈને રહેલો છે, તેને ખેળી કાઢી સભ્યદ્ભષ્ટિ પુરુષ શુદ્ધ આત્મતત્વનું દર્શન કરે છે, અનુભવ કરે છે.” આ જીવ, અજીવ કર્મથી બંધાચેલે છે, તેનું કારણ પુણ્ય-પાપ છે; પુણ્ય-પાપના આવવાનું કારણ આસવ છે; આસવ થયે બંધ થાય છે; આસવને-નવા કર્મના આગમનને સંવરથી રોકી શકાય છે, જૂના કર્મોને નિજરાથી ખેરવી શકાય છે અને એમ નિર્જરા કરતાં કરતાં સર્વે કર્મને ક્ષય થયે, શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ આત્મા જ મેક્ષરૂપ બને છે - આવી તાવિક પ્રતીતિ તે સમ્યગદષ્ટિ પુરુષને ઉપજે છે. આમ દેહાદિ સમસ્ત પરવરતુથી ભિન્ન, ઉપયોગવંત ને અવિનાશી એવા શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન થવું, અનુભૂતિ થવી, આત્મખ્યાતિ થવી તે સમ્યગદર્શન છે, અને એનું બીજું નામ સમકિત છે.
છે દેહાદિથી ભિન્ન આતમાં રે, ઉગી સદા અવિનાશ...
મૂળ મારગ સાંભળો જિનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ૦ તે કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત....મૂળ”
–શ્રીમદ્ રાજચંદ્રજી " न सम्यक्त्वसमं किंचित्त्रैकाल्ये त्रिजगत्यपि । શ્રેથોડી મિથ્યાત્વનાં નાખ્યત્તમૃતા ” -શ્રી સમંતભદ્રાચાર્યજી
અર્થાત–“ત્રણે કાળમાં, ત્રણે લેકમાં, સમ્યકત્વ સમું પ્રાણીઓનું કંઈ કેય નથી, અને મિથ્યાત્વ સમું કંઈ અશ્રેય નથી.”
x “चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानम् , कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपम् , प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારકલશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org