________________
ધર્મસંન્યાસયોગ
( ૩૯ ) – તાત્વિક ધર્મસંન્યાસ યોગ - તેમાં પ્રથમ, ધર્મસંન્યાસ અને તે પણ તાત્વિક–પારમાર્થિક કેટિનો ધર્મસંન્યાસ, બીજા અપૂર્વકરણના સમયે પ્રગટે છે. અહીં “બીજા” અપૂર્વકરણમાં એમ જે કહ્યું છે તે
સહેતુક છે. કારણ કે પહેલું અપૂર્વકરણ કે જે ગ્રંથિભેદનું કારણ છે, બીજા અપૂર્વ તેમાં આ પ્રસ્તુત ધર્મ સંન્યાસ હોઈ શકે નહિં. એટલા માટે બીજા'માં કરણમાં એમ કહી તેને અપવાદ સૂચવ્યું. આમ આ અપૂર્વકરણ બે છે:
(૧) ગ્રંથિભેદના કારણરૂપ, (૨) ક્ષપકશ્રેણી વેળાનું. આ અપૂર્વકરણ એટલે શું? “અપૂર્વ' એટલે અનાદિ કાળના વામણમાં જે કદી પણ પૂર્વે પ્રાપ્ત થયું નથી, એ શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. ગ્રંથિભેદ વગેરે આ અપૂર્વકરણનું ફળ છે. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે, અને તે ગ્રંથિભેદનું ફળ સમ્યગદર્શન છે.
ગ્રંથિભેદ-ગ્રંથિ એટલે ગાંઠ. વાંસની કઠણ ગાંઠ જેવી દુર્ભેદ-ભેદવી મુશ્કેલ, એવી ગાઢ રાગદ્વેષપરિણામરૂપ કર્મની ગાંઠ જ્યાં ભેદાય છે, તેનું નામ ગ્રંથિભેદ છે. “અને આ
દુર્ભેદ કર્મગ્રંથિરૂપ મહાબલવાન પર્વત જ્યારે અપૂર્વકરણરૂપ તીક્ષણ ગ્રંથિભેદ ભાવ-વાથી ભૂદાઈ જાય છે, ત્યારે આ મહામાને અત્યંત તાવિક
આનંદ ઉપજે છે – જે રોગીને ઉત્તમ ઔષધથી રોગ કાબૂમાં આવતાં ઉપજે છે તે. અને આ ગ્રંથિનો ભેદ પણ એવો હોય છે કે તેનું પુન: તેવા પ્રકારે હેવાપણું હોતું નથી. તે એક વાર તૂટી એટલે બસ ડ્યૂટી! ખલાસ ! તે ફરીને તેવા સ્વરૂપમાં પાછી ઉભી થવા પામે જ નહિં, સંધાય જ નહિં, તેનું નામ ભેદ છે, કારણ કે તેવો ગ્રંથિભેદ થયા પછી તીવ્ર કષાયાદિને ઉદય હેતું નથી. આવો આ ગ્રંથિભેદ સદાય કલ્યાણનો-નિર્વાણનો હેતુ થાય છે. જેમ જન્માંધ પુરુષને શુભ પુણ્યનો ઉદય થતાં ચક્ષુને લાભ થયે સદુદર્શન થાય છે (બરાબર દેખાય છે), તેમ જ આને ગ્રંથિનો ભેદ થતાં સદર્શન-સમ્યગ્દર્શન થાય છે, એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ દેખાય છે.”
* “तथा च भिन्ने दुर्भेदे कर्मग्रन्थिमहाबले । तीक्ष्णेन भाववज्रेण बहुसंक्लेशकारिणि ॥ आनन्दो जायतेऽत्यन्तं तात्त्विकोऽस्य महात्मनः । सद्वथाध्यभिभवे यद्वद् व्याधितस्य महौषधात् ।। भेदोऽपि चास्य विज्ञेयो न भूयो भवनं तथा । तीवसंक्लेशविगमात्सदा निःश्रेयसावहः ।। जात्यन्धस्य यथा पुंसश्चक्षुर्लाभे शुभोदये । सदर्शनं तथैवास्य ग्रन्धिभेदेऽपरे जगुः ॥"
--મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત ગબિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org