________________
ધર્મસંન્યાસયોગ
( ૪૧ ).
અને આમ ગ્રંથિભેદ થઈ, આત્માનુભૂતિરૂપ સમ્યગદર્શનની પ્રાપ્તિથી જેને પરમ આનંદોલ્લાસ ઉપજે છે, એવા સમ્યગદષ્ટિ થેગી પુરુષના આવા સહજ અનુભવ ઉદ્દગાર નીકળી પડે છે –
આત્મા જ્ઞાન પામ્યો છે તે નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.”
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવાનિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.”
-શ્રીમદ્ રાજચંદ્રજી આવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ થયા પછી પ્રાપ્ત થાય છે. અને આ સમ્યગ્દર્શનના પાંચ લિંગ એટલે પ્રગટ ચિહ્ન છે -(૧) પ્રશમ, (૨) સવેગ,
(૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિક્ય, પ્રધાનપણા પ્રમાણે સમ્યક્ત્વના આ લક્ષણેને આમ પૂવોનુપૂર્વ અનુક્રમ છે, પણ પશ્ચાનુપૂર્વથી એટલે ચિહ્ન ઊલટા અનુક્રમે એ સુંદર-રૂડા છે, એમ શાસ્ત્રનું રહસ્ય જાણનારા કહે
છે. કારણ કે આસ્તિકય ન હોય તે પ્રશમ આદિ સુંદર-સારા ન લાગે, શોભે નહિં, ઈત્યાદિ ઊલટા ક્રમે સમજવું. અને સુલટા ક્રમે પ્રથમનું લક્ષણ હોય તે પછીનું લક્ષણ આવે એમ સમજવું. તે આ પ્રકારે –
પ્રથમ તે પ્રશમ એટલે કષાયનું ઉપશાંતપણું થાય, તે વિવેક વિચારનો અવકાશ થતાં સંવેગ એટલે માત્ર મોક્ષાભિલાષ પામે, તેથી નિર્વેદ એટલે સંસારથી કંટાળો ઉપજે, અને પછી સ્વદયા–પરદયારૂપ અનુકંપા આવે. આ ચાર ગુણ જ્યારે જીવનમાં પરિણમે ત્યારે પાંચમે આસ્તિય ગુણ પામવાની ચેગ્યતા–પાત્રતા તેનામાં પ્રગટે. (આમ સુલટા ક્રમે છે.)
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જેગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રેગ.”
–શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ અથવા ઊલટા ક્રમે આસ્તિક્ય એટલે જીવાજીવ આદિ તત્વના અસ્તિત્વની-હેવાપણની આસ્થા-અંતર્ પ્રતીતિ ઉપજે, સ્વરૂપ જાણે, તે અનુકંપા ઉપજે, આ જીવાદિ જાણ તેને અનુસરતે કંપ આત્મામાં થાય, એટલે સ્વદયા-પિતાના આત્માની અનુકંપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org