________________
( ૪)
યોગદષ્ટિસમુસ્થય
ગ” શબ્દથી સૂચવ્યું છે. પ્રભુ પ્રત્યેની નમન ક્રિયામાં પ્રધાનપણે જે અંતરંગ ઇચ્છા, સાચે નિષ્કપટ ભક્તિભાવ, પરમ પ્રેમ જોઈએ, તે તે અમને અવશ્ય છે, એમ એમને અંતરાત્માં સાક્ષી પૂરે છે, તેથી “ઈચછાગથી” એ શબ્દ બેધડકપણે કહૃાો છે. કારણ કે પ્રભુના પરમ અદ્ભુત ગુણથી રીઝી તેના પ્રત્યે પરમ પ્રેમ કુરતાં, પ્રિયતમ એવા તે પ્રભુ પ્રત્યે સહજ આત્મભાવે નમસ્કાર કરવાની તેમને સહજ ઈચ્છા થઈ આવી છે. “ગષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંત; રીઝો સાહિબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત.” – શ્રી આનંદઘનજી
આ “ઇચ્છાયોગ' શબ્દ અત્રે હેતુપૂર્વક લે છે. એથી કરીને શાસ્ત્રાગ ને સામર્થ્યગ–એ બે પેગનો અપવાદ કર્યો છે. આ ગ્રંથકાર જેવા મહાત્મા,
મહાશાસ્ત્રજ્ઞ, મહાસમર્થ યેગી પુરુષ પોતાના માટે માત્ર “ઈચ્છાગ” ઈચ્છાગ એ શબ્દ જે છે, તે તેમની પરમ લઘુતા સાથે પરમ ગંભીર ઉદાર
આશયવાળી મહાનુભાવતા પ્રગટ કરે છે. કારણ કે, તેઓશ્રી કહે છે કે તેવા શાસ્ત્રોગ-સામર્થ્યથેગનું તે હારૂં અનધિકારીપણું છે, એટલે ખાસ ઈછાયેગા
કેવા વિશિષ્ટ વીરને પ્રણમીને? તે માટે કહ્યું-વિનોત્તમ જિનોત્તમને, એવું વસ્તુવિશેષણ છે. અહીં રાગાદિના જેતાપણુથી (જીતનારપણુથી) સર્વેય વિશિષ્ટ કૃતધર આદિ જિને કહેવાય છે. જેમકે-ઋતજિને, અવધિજિને, મન:પર્યાયજ્ઞાન જિને, અને કેવલિ જિને. તેઓમાં તે વીર કેવલપણાને લીધે અને તીકરપણાને લીધે ઉત્તમ છે. આ “જિત્તમ” વિશેષણ ઉપરથી ભગવંતની તીર્થંકર નામકર્મના વિપાક ફલરૂપ એવી પરમ પરાર્થે સંપાદન કરનારી કમંકાય અવસ્થા કહી. તથાભવ્યત્વથી આક્ષિસ ( આકર્ષાયેલ ) વર બોધિલાભ જેની અંદર હોય છે, એવા અહંદ વાત્સલ્યથી ઉપાર્જન કરેલ અનુત્તર પુણ્યસ્વરૂપ તે તીર્થંકરનામકર્મને વિપાક હોય છે. આને જ વિશેષણ આપે છે– - સોપ-અગ એવા વીરને. “વાવાઝુમન રોડ” મન-વચન-કાયાનું કામ તે યોગ છે. જેને યોગ વિદ્યમાન નથી, તે અગ-એવા તે વીરને. અને આ ઉપરથી ભગવંતની શૈલેશી અવસ્થાના ઉત્તરકાળે હેનારી, સમસ્ત કર્મના દૂર થવારૂપ, તથાભવ્યત્વના પરિક્ષયથી ઉદ્ભવેલ પરમ જ્ઞાનસુખરૂ૫ લક્ષણવાળી, અને કૃતકૃત્યતાથી નિહિતાર્થ સ્વરૂપ એવી પરમ ફલરૂપ તવકાય અવસ્થા કહી. એટલા માટે જ કહ્યું
--ગિગમને. યોગીઓને ગમ્યુ તે ગિગમ્ય, એવા તે વીર. યોગીઓ અત્રે શ્રતજિન આદિ ગ્રહ્યા છે. આ ઉપરથી વળી અગી (થોગી નહિં એવા ) મિથ્યાષ્ટિઓને ભગવંતના ગમ્યપણને વ્યવચ્છેદ કહ્યો ( નિષેધ કર્યો). કારણકે એની જિજ્ઞાસાનું પણ છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં હોવાપણું છે, એટલે અન્ય સમયે તેની અનુપપત્તિ છે (તે ઘટતું નથી). અને–
વીર-વીરને, આ અન્વર્ય સંજ્ઞા છે, (શબ્દના બરાબર અર્થ પ્રમાણે નામ છે). મહાવીર્યવર્ડ વિરાજનથી. તપવડે કર્મના વિચારણથી, કષાય આદિ શત્રુઓના જયથી અને કેવલશ્રીના સ્વયંગ્રહણથી જે વિક્રાંત-પરાક્રમવંત તે વીર, એવા તેને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org