________________
( ૮૧ ) ળવાની અને નૃત્ય જેવાની જેમ સર્વ પ્રાણીને તીવ્ર ઈચ્છા થાય છે, તેમ આ બલા દષ્ટિવાળા જીવને તત્ત્વ શ્રવણ કરવાની અતિ પ્રબળ ઈચ્છા થાય છે. એને તત્ત્વ શ્રવણમાં એવો આનંદ આવે છે કે તેનું વર્ણન પણ થઈ શકે નહિ. પરા
શુશ્રુષા કેવી છે તે બતાવે છે. बोधाम्भः स्रोतसश्चैषा सिरातुल्या सतां मता ॥ अभावेऽस्याः श्रुतंव्यर्थ मसिरावनिकूपवत् ॥५३॥
અર્થ. જ્ઞાનરૂપ પાણીના પ્રવાહને વધારવા આ શુક્રૂષા અપૂર્વ પાણીની સરા-વેણ સમાન મહાત્મા પુરૂષે કહે છે. આ શુશ્રષા ન હોય તે શ્રુતજ્ઞાન નકામું જાય છે. પાણીની વેણ જ્યાં આવતી નથી એવી જગ્યાએ જેમ કુવાનું છેદવું નકામું છે, તેવી રીતે શ્રુતજ્ઞાન પણ શુશ્રુષા વગર નકામું જાય છે. પરા
વિવેચન, તત્વજ્ઞાન સાંભળવાની જે પ્રબળ ઈચ્છા છે તેજ આ જીવને ઘણો આગળ વધારી આખરે મોક્ષ મેળવી આપે છે, આ શુશ્રુષા જ્ઞાનરૂપ પાણીના પ્રવાહને વધારવા પાણીની સિરા-વેણનું કામ કરે છે, પાણીના વેણ વગરની જગ્યાએ કુવો ખેદા તો ખરો પણ અંદર પાણીની સિરા–વેણ ન હોવાથી તે કુ શું ઉપયોગને? કાય કલેશ સિવાય બીજુ ફળ નથી, તે પ્રમાણે શુશ્રુષા વગર શ્રુતજ્ઞાન પણ નકામું છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતી જ નથી. આથી આત્મકલ્યાણના ઈચ્છક જીવેએ તત્વજ્ઞાન વિષયક સાંભળવાની ઈચ્છા ખુબ રાખવી. માપવા
6.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org