________________
( ૮૦) સમજવાથી. આ જીવમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે, અને દરેક શુભ કાર્યોમાં હવે એક પ્રકારની અપૂર્વ શાંતિ દેખાય છે. ચિત્તની એકાગ્રતા પણ જોવાય છે, તેમજ મન, વચન, કાયા, નેત્ર વિગેરેની અસ્થિરતારૂપ જે અપાય તેને આ દષ્ટિમાં અભાવ થઈ જાય છે. પપ૧
બોધ જણાવ્યું, હવે શુશ્રષા બતાવે છે. कान्तकान्तासमेतस्य दिव्यगेयश्रुतौ यथा ॥ यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ।।५२॥
અર્થ. મનને હરણ કરનાર એવી સુંદર સ્ત્રીની સાથે સૂવાન પુરૂષને જેમ દિવ્ય ગાયન સાંભળવામાં જે મજાઆનંદ આવે છે. તેના કરતાં આ બલા દ્રષ્ટિવાળા ગિને તત્વજ્ઞાન સાંભળવાની વધારે ઈચ્છા થાય છે. પરા
વિવેચન. પરિપૂર્ણ સામગ્રીવાળો કોઈ યુવાન પુરૂષ પિતાની સુંદર પત્ની સાથે જેમ દિવ્ય ગાયન સાંભળવાની ઈચ્છા રાખે અને તેના શ્રવણમાં જેમ તેને મજા પડે, આનંદ આવે, તેવી રીતે આ બલા દૃષ્ટિવાળા જીવને તત્વ શ્રવણ કરવાની ઈચ્છા પ્રબળ થાય છે. અને તેમાં તેને મજા પડે છે. તારા દૃષ્ટિમાં જે તત્વજ્ઞાનની જીજ્ઞાસા થઈ હતી તે આગળ વધીને અહીં શ્રવણની ઈચ્છા બહુ સારી રીતે થાય છે, જેમ રાજ્ય સંપત્તિવાળે રાજા નવપરિણત રાણુ સાથે જ્યારે સુંદર ગોખલામાં બેસી ગીત શ્રવણ કરે, ઉસ્તાદ ગાયકો હાવભાવયુક્ત નાટક કરે અને સાથે અભિનય-મજા કરતા જાય આવા પ્રકારનું ગાયન સાંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org