________________
( ૭૧ )
વિવેચન. સદૂગુરૂ તરફ આ જીવને જ્યારે બહુ માન થાય છે. ત્યારે તેઓ પિતાનું સર્વસ્વ–પ્રાણ અર્પણ કરતા પણ પાછી પાની કરતા નથી. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક દાન દેવાની ટેવ પડવાથી આ જીવને અનેક પ્રકારના લાભે થાય છે. પૂર્વે બાંધેલ લાભાંતરાય કર્મ ખસી જવાથી અનેક પ્રકારના લાભ-ફલે મળે છે, જેનાથી ભવિષ્યમાં પિતાને અભ્યદય થતા વાર લાગતી નથી. અને અનેક પ્રકારના હલકા ઉપદ્રવો-રોગ વિગેરે નાશ પામે છે. તેમજ ભૂતાદિ વિગેરેના ઉપદ્રવ પણ થતા નથી અને શિષ્ટ પુરૂષો રાજા, પ્રધાન, પ્રજા, સંઘમાં અગ્રસરે આ બધાઓ તરફથી તેને ચગ્ય સન્માન મળે છે. આ બધો પ્રતા૫ ગુરૂભક્તિ સેવા, બહુમાનને જ સમજ ઇજા
ગુરૂસેવાના બીજા ગુણે બતાવે છે. भयं नाऽतीव भवनं कृत्यहानिन चोचिते ॥ तथानाभोगतोऽप्युच्चै नं चाप्यनुचितक्रिया ॥४५।।
અર્થ. ગુરૂના સત્સમાગમથી સત્ય વસ્તુ સમજાતા આ જીવની અસત્ પ્રવૃત્તિ ઘણી ખરી બંધ પડી જાય છે આને લઈ સંસાર સંબંધી અતિભય હવે રહેતો નથી. તથા ધર્મ કાર્યમાં આદર હોવાથી ઉચિત તથા કરવા એગ્ય ધર્મકાર્યમાં જરા પણ ન્યુનતા આવવા દેતો નથી તેમજ અજાણપણે પણ અનુચિત કાર્ય કરતો નથી. ૧૪પા
વિવેચન. આ દૃષ્ટિમાં રહેલ જીવ સતગુરૂના સહવાસને લઈ સંસાર સંબંધી ખટપટના ઘણાખરા કાર્યો તરફથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org