________________
( ૭ ) તારા નામની બીજી દષ્ટિ કહે છે. तारायां तु मनाक स्पष्ट नियमश्च तथाविधः। अनुद्वेगोहिताऽ रम्भे जिज्ञासा तत्वगोचरा ॥४१॥
અર્થ. તારા દૃષ્ટિમાં પહેલા કરતા જરા સ્પષ્ટ બંધ હોય છે, તથા બીજું યોગગ નિયમ નામનું અહિં હોય છે, તેમજ ધર્મના સારા અનુષ્ઠાન કરતાં તેના ઉપર અનુદ્વેગ-કંટાળો આવતો નથી તથા તત્વ જાણવાની જીજ્ઞાસા આ દૃષ્ટિમાં ઉત્કટ હોય છે. પાકના
વિવેચન. આ તારા નામની બીજી દષ્ટિ ઉપર વિવેચન કરવા પહેલા અહિં જણાવવું ઠીક થઈ પડશે કે ઘણું ખરાજીવો ઓધદષ્ટિમાંજ પડયા હોય છે, તેઓ ચગદષ્ટિપર આવ્યા હોતાજ નથી, આ જીવને ઉન્નત્તિકમમાં જ્યારે ઘણો વધારો થયો હોય છે તથા ભવસ્થિતિ બહુ અ૯૫ રહે છે, અને સંસારને છેડે નજીક આવવાનો હોય છે ત્યારેજ આ ચગદષ્ટિમાં અવાય છે, આ તારા દષ્ટિમાં બોધ છાણના અગ્નિના કણ જેવો હોય છે, પ્રથમ મિત્રાદષ્ટિમાં તૃણાગ્નિના કણ જેવો બંધ હતો, તેના કરતાં આ તારા દષ્ટિમાં બોધ વધારે થાય છે, પણ તે લાંબા કાળ સુધિ ટકી રહે તેવો નથી, આ દૃષ્ટિમાં અષ્ટાંગ ચગ પૈકી બીજું
ગાંગ નિયમ નામનું પ્રાપ્ત થાય છે, નિયમ પાંચ છે. શૌચ ૧ શરીર અને મનની પવિત્રતા રાખવી. મનમાં ખોટા વિચારો આવવા દેવા નહિ, ૨ સંતોષ–પ્રાણયાત્રાને નિભાવનાર પદાર્થો સિવાય અન્યની પૃહા ન કરવી, પુગલીક વસ્તુ તરફ ઈચ્છા ન કરવી. ૩ તપ-અનેક પ્રકારના તપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org