________________
દષ્ટિની રચના અને તેની સંકલના બતાવી છે, તે ઉપરથી પોતાની જાતને વિચાર કરવાનો છે કે આપણે ઉન્નતિ કમમાં કઈ દશામાં વર્તાએ છીએ; પિતે આગળ વધે છે એમ માનનાર કદાચ આ દીર્ઘ વિચારથી લખાયેલા દષ્ટિ ભેદના સૂત્ર જ્ઞાનથી પિતાને તેટલી હદે વધેલ ન જોઈ શકે તો તેમાં અન્યને દોષ નથી. ભૂલ ભરેલી ભ્રમણામાં રહેવું અથવા દાંભિકવૃત્તિ ધારણ કરવા કરતાં મૂલ સ્થિતિ સમજી તે હદ સુધિ આત્માને ઉન્નત કરવા વિચાર કરો એજ સાધ્ય છે, અને તેના અંગે કદાચ મેટી ભ્રમણા આવતી હોય તો તે ખાસ દૂર કરવા એગ્ય છે. ઘણુંખરા ઓઘદૃષ્ટિવાળા જીવો પિતાને સમકિતી માની લેવાની ભૂલ કરે છે. તે હવે પછીની ત્રણ દૃષ્ટિનું અને આ દષ્ટિમાં રહેલા છ સંબંધી વિવેચન વાંચવાથી પિતાની ખલના સમજી જશે, અને વિચારશે કે મહા નિર્મલ સમ્યકત્વ જેવી શુદ્ધ દશાએ પહોંચવા માટે બહુ કરવા – ઘણા સાધનો એકઠા કરવાની જરૂર છે. જ્યાં પોતાને પગ મુકવાનો પણ અધિકાર ન હોય ત્યાં એકદમ પ્રથમના બદલે પાંચમી દષ્ટિની વાતો કરવી. એ એક રીતે ઉદ્ધતપણું છે. બ્રાહ્મક્રિયા કરનારા વસ્તુતત્વને નહિ સમજનારા એવા ગિઓ, અથવા સાધુઓ અથવા જતિઓ ગમે તે હોય તેને દ્રવ્ય એગિઓ કહેવામાં આવે છે. અને તેઓ ઉન્નતિ કેમમાં હજી પ્રથમ દૃષ્ટિમાં પણ આવેલાનથી એમ સમજવું. જ્યારે તત્વ બાધ પૂર્વક કિયા કરવામાં આવે અને સાથે ઉપર જણાવેલ અવંચક ગ; તથા ભવઉદવેગ વિગેરે ગુણે પ્રગટ થાય છે ત્યારે ભાવ ગિપણાની શરૂઆત થાય છે.
इति प्रथमा मित्रा दृष्टिःसमाप्ता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org