________________
( ૧૧ ). ચીંતા છે. ટૂંકમાં આ બીના જાણવી. ઉપર જણાવી ગયા એવા જે યોગબીજે છે તે જ શુદ્ધ ગણાય છે, જીનકુશલ ચિત્ત વિગેરે, આ બીજો તથા પ્રકારના કાલાદિ સામગ્રી-ચરમપુદ્ગલાદિ પામીને તે તે સ્વભાવ વડે ફળ પાકના આરંભ સમાન મેક્ષરૂપી ફલને આપે છે. આટલાજ યોગના બીજે છે તેમ નથી બીજા પણ કહે છે.
आचार्यादिष्वपिोत द्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिव च्छुद्धाशयविशेषतः ॥२६॥
અર્થ. જેવી રીતે જીનેશ્વરો ઉપર કુશલ ચિત્ત વિગેરે માટે જણાવ્યું, તેવી રીતે આચાર્યાદિ ભાવગિઓને વિષે પણ શુદ્ધઅંતઃકરણથી વંદન નમસ્કાર કરે તે પણ
ગના બીજે છે, તેમજ તેઓના પ્રતે વિધિપૂર્વક શુદ્ધાશયથી વિશેષ પ્રકારે વૈયાવચ્ચ-ભક્તિ બહુમાનપૂર્વક આહારાદિ દાન દેવું. આ પણ ભેગના બીજે છે મારા
વિવેચન. આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, તપસ્વી, ગણિ અને સાધુ કે જેઓ ખરેખરા ભાવોગિઓ છે. તેઓના પ્રતે જીનેશ્વર પ્રભુની માફક વિશુદ્ધ ચિત્ર રાખવું. વચનથી નમસ્કાર તથા કાયાથી પંચાંગ પ્રણામ કરવા આત્મ કલ્યાણ માટે, પણ આલોકના સુખ માટે નહિ. આવા ભાવ ચેગિના પ્રતે જેટલો આદર સત્કાર સન્માન કરીએ તેટલો ઓછા છે. પણ દ્રવ્ય આચાર્યાદિ પ્રતે નહિ. કુટરૂપ અધમિ દ્રવ્ય આચાર્યોપ્રતેઅકુટબુદ્ધિ-સત્યગુરૂ તરીકે બુદ્ધિ રાખવી તે સારી ન ગણાય. આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org