________________
(૪૯) અને લેભ, દરેક જીવને સ્પષ્ટ અને અસ્પષ્ટ તરીકે રહેલ છે, વેલડીનું ઝાડ કે ઘર ઉપર ચડવું થાય છે તે ઘસંજ્ઞા છે. આસંજ્ઞા મુખ્યત્વે કરી એકેદ્રિયને હોય છે, લેકસંજ્ઞાપરમાર્થ સમજ્યા વગર લેકે જેમ કરે તેમ કરવું તે, આદશસંજ્ઞાઓ જાણવી, આ વસ્તુ મેળવવાની ઈચ્છાએ કરેલા ધર્મના સારા અનુષ્ઠાને વ્રત, તપ, જપ વિગેરે. તે પણ આશયના અનુસારે પુદ્ગલીક સુખને આપે છે, પણ મોક્ષના સુખને દેનારા બનતા નથી. કારણકે આશય આત્મકલ્યાણ માટે નથી. પુદ્ગલીક સુખની ઈચ્છા વગર જે જે ધર્મના અનુષ્ઠાન કરવામાં આવે છે તેજ મોક્ષના સુખને આપનાર થાય છે, એમ મહાત્માઓ જણાવે છે. વલી આ લેકના કે પરલોકના સંસારીક ફલ મલવાના વિચારે પણ જેમાં ન હોય તે જ ખરેખર યોગના બીજે છે. અહિંવાદિ શંકા કરે છે કે આહારાદિ સંજ્ઞાનું રોકાવાપણું કહેલ હોવાથી પહેલા કહી ગયા છે ફલાદિને વિચાર ન કરે આ વાતનો સંભવ થતો નથી. આહારાદિ ફલની ઈચ્છાને નિરોધ કરવો. આ કહેવાથી ફલની અભિસંધિ ન કરવી આ વાત આવી જાય છે. તે તે લખવું નકામું છે. ઉત્તર. તારું કહેવું ઠીક છે, સંજ્ઞાના નિરોધમાં આભવ સંબંધિ ફળની વાત જણાવી. અને ફલાભિસંધિરહિતમાં પરલોક સંબંધી ફલની ઈચ્છા ન કરવી આટલો ફેર છે, સામાન્ય પ્રકારે દેવાદિ પુદ્ગલીક ફલની ઈચ્છા ન કરવી, તેમાં પણ ખાસ અભિસંધિ-ઈરાદા પૂર્વક ફલની ઈચ્છા કરવી તે તે ઘણીજ ખરાબ છે, આ ફલની પ્રાપ્તિથી મેક્ષના ફલનો પ્રતિબંધ થાય છે, પછી તે ફલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org