________________
( ૮ ) ફલની વિચારણા પણ જેઓમાં ન હોય તેજ યોગના શુદ્ધ બીજે કહેવાય છે. રપા
વિવેચન. અનાદિ કાલની મલીન વાસનાને લઈ આ જીવ પુદ્ગલીક વસ્તુ તરફ એટલે બધે ટેવાઈ ગયે છે કે તે વસ્તુનેજ ઉપાદેય તરીકે ગણે છે. અને તેજ વસ્તુ મેળવવાને રાત દિવસ પ્રવૃત્તિ કર્યા કરે છે, પણ જ્યારે આ જીવને તથાભવિતવ્યતાના પરિપાકથી, તથા કર્મના ક્ષપશમથી કંઈક સત્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે પુગલીક સર્વ વસ્તુને ત્યાગ કરી અત્યંત ઉપાદેય બુદ્ધિ યોગના બીજે તરફ થાય છે. ક્ષયે પશમની વિચિત્રતાને લઈ ઉત્પન્ન થતી આહારાદિ સંજ્ઞાનો ઉદય. તેના પ્રતે અત્યંત આશક્તિ. તેને આ ગબીજોમાં અભાવ થાય છે, ઉપાદેય તરીકે આ નથી પણ યોગના બીજે છે તેમ સમજાય છે, આ સંજ્ઞાઓ શાસ્ત્રમાં દશ પ્રકારે કહેલ છે, ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગભવન સંજ્ઞાઓ કેટલી કહેલ છે, ગતમ, સંજ્ઞાઓ દશ પ્રકારે કહેલ છે, આહાર સંજ્ઞા ૧ ભયસંજ્ઞા ૨ મિથુનસંજ્ઞા ૩ પરિગ્રહસંજ્ઞા ૪ ક્રોધસંજ્ઞા ૫ માનસંજ્ઞા ૬ માયાસંજ્ઞા ૭ લોભસંજ્ઞા ૮ ઘસંજ્ઞા ૧૦ લોકસંજ્ઞા અનાદિકાલની આ સંજ્ઞાઓ દરેક જીવોને હોય છે, કોઈ જીવ એવો નહિ હશે કે જેને આહારાદિસંજ્ઞાઓ નહિ હશે એવે એક પણ જીવ નથી. અનાદિકાલના અભ્યાસને લઈ આજીવને આહાર લેવાની ઈચ્છા થાય છે, વિરોધીઓ તરફથી ભય પામે છે, વિષયની ઈચ્છા રહે છે. પૈસા તરફ મમત્વવૃત્તિ દરેક જીવને હોય છે, ક્રોધ, માન, માયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org