________________
( ૪૪ ). હવે યોગના બીજે જણાવે છે. जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च ।। प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ।।२३।।
અર્થ. જીનેશ્વર પ્રભુ ઉપર સુંદર પ્રીત્તિવાળુ મનઅંતઃકરણ કરવું. તથા તેમને નમસ્કાર કરે. તથા પંચાંગ પ્રણામ શુદ્ધ રીતે-પ્રીતિ પૂર્વક કરવા. તે ઉત્તમોત્તમ ગના બીજે છે. રક્ષા
વિવેચન. જગતમાં સારભૂત વસ્તુ દેવ, ગુરૂ, અને ધર્મ આ ત્રણ પરમત છે, આ ત્રણ તને સમ્યક પ્રકારે જાણવા, તેમના પ્રતે બહુ માન કરવું, એજ આપણા ઉદયનું પ્રથમ પગથીયું છે. આ ત્રણ તો પૈકી પ્રથમ દેવતત્ત્વ માટે જણાવે છે કે જેનામાં રાગદ્વેષ ન હોય તે જીન કહેવાય, રાજવૈભવ અને સંસારીક સુખનો અનુભવ કરનારાઓને દેવ તરીકે વંદન પૂજન થઈ શકે જ નહિ. રાગદ્વેષ ગયા ન હોય ત્યાંસુધિ તેઓમાં અને આપણામાં શું ફેર છે કે તેઓને વંદન પૂજન કરીએ? રાગદ્વેષને જીતનાર ગમે તે હોય તેઓ જીન કહેવાય છે. પછી તેને ગમે તે નામથી બોલાવે તેની અડચણ નથી. રાગથી રંગાએલા એક બીજાને અનુગ્રહ કરનારા, દ્વેષથી એક બીજાઓનું નિકંદન કરનારા દેવ ન હોઈ શકે. રાગદ્વેષ જીતનારા તેજ પ્રભુ જીન વાસ્તવિક છે. તેઓના પ્રતે શુદ્ધ અંતઃકરણ પ્રીતિથી કરવું. હૃદયમાં બહુ માનની લાગણી રાખવી, આથી મનોગની એકાગ્રતા જણાવી, તથા અંતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org