________________
( ૩ ) નરકાદિ ગતિ આપે છે, તેમજ સ્થિરાદિ ચારદષ્ટિ સદ્ગતિ દેવક તથા મોક્ષગતિને આપે છે, દૂરગતિને દેતી નથી. અહિં વાદિ શંકા કરે છે કે. સ્થિરાદિ દષ્ટિ દુર્ગતિને આપતી નથી તો પછી શ્રેણિક રાજા, કૃષ્ણ વાસુદેવ વિગેરે સ્થિરાદિ દષ્ટિવાળા-ક્ષાયિક સમ્યકત્વવાળા છતાં શા માટે નરકગતિમાં ગયા? સ્થિરાદિ ચાર દષ્ટિને અપ્રતિપાત સ્વભાવ વાલી તથા સદ્ગતિ દેનાર ગણી છે, ઉત્તર. સ્થિરાદષ્ટિ પ્રાપ્ત થયા પહેલા જે નરક ગતિ યે આયુષ્ય કર્મનિકાચિત કરી લીધેલ હોવાથી નરકમાં જવું થયેલ છે, પણ પ્રથમ નરકના આયુષ્યને ત્રીજે ભાગે બંધ પડેલ ન હોત તો સ્વર્ગમાં જાત. કારણ કે સમ્યકત્વ વાલે જીવ વિમાનીક દેવ સિવાય બીજુ આયુષ્ય બાંધતે નથી, અથવા આ વાત પ્રાયીક જાણવી, સંભવ ને આશ્રિ કોઈ જગ્યાએ સાપાયવાલી પણ જાણવી. સૂત્રપ્રવૃત્તિ વાળા હોય છે, એને લઈ આ પ્રમાણે જણાવેલ છે અથવા દષ્ટિનું પતન ન થવાથી નરકગતિ ક્ષેત્રજન્ય અપાય છતાં જ્ઞાનદષ્ટિ જાગૃત હોવાથી કરેલ કમનો આ બદલે છે આમ જાણતા હોવાથી કષ્ટ છતાં સમભાવે વેદવાથી તે કષ્ટજ નથી આતે દેણું ચુકવી દેવાનું છે. આથી આનંદ થાય છે, વજૂના ચેખાને પકાવવાથી કાંઈક તાપ લાગે તોપણ તેમાં વિકાર થતું નથી, તે પ્રમાણે શરીરને જરા દુઃખ થાય તે પણ આત્માને આશય-પરિણામ સારા હોવાથી વિકાર રૂપ કિયા ઉત્પન્ન થતી ન હોવાથી આ પ્રમાણે જણાવેલ છે. બાકી યોગાચાર્યો કહે તેજ પ્રમાણ છે, આ કારણથી કહેલ છે કે પ્રથમની ચાર દૃષ્ટિએ પ્રતિપાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org