________________
( ૩૫ )
છે
જ
થાય છે. ત્યારે દ્વેષ ઘણે મંદ પડી જાય છે. કરૂણ અંશ વધે છે, અને શુભમાં પ્રવૃત્તિ થાય છે. જીજ્ઞાસા. આ ગુણ બીજી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, આ ગુણથી તેને તત્ત્વજ્ઞાન કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે, તેમજ તત્વબેધ પ્રાપ્ત કરવાની પ્રબલ જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે. શુશ્રષા. આ ગુણ ત્રીજી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અહિં રહેલા જીવને તત્વશ્રવણ કરવાની ઈચ્છા થાય છે. શ્રવણ, આ ગુણ ચોથી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અત્યારસુધિ તો સુશ્રુષા હતી પણ હવે તત્વશ્રવણ કરે છે. આથી બોધ વધારે સ્પષ્ટ-વ્યક્ત થાય છે, અને ધર્મ ઉપર પ્રીતિ વધે છે. બેધ. આ ગુણ પાંચમી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. આ ચાર દષ્ટિમાં જે બેધ હતો તે કરતાં અહિં બહુ સ્થિર બોધ થાય છે. શંકા જે કાંઈ થતી હતી તે અહિં વિરમી જાય છે, અને સૂક્ષ્મ પ્રકારને બોધ થાય છે. મીમાંસા. આ ગુણ છઠ્ઠી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, તત્વ સંબંધી બહુ વિચાર શ્રેણી પ્રાપ્ત થાય છે, તત્વશ્રવણના અંગે થએલ સ્થિરતા ગુણ સાથે જ્યારે શુભ વિચારની શ્રેણી ચાલવા માંડે છે ત્યારે પ્રગતિમાં એકદમ બહુ સારી રીતે વધારો થાય છે. પરિશુદ્ધપ્રતિપત્તિ. આ ગુણ સાતમી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, અહિં તત્વની આદરણા બહુ સૂક્ષ્મ રીતે થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org