________________
( ૨૮ ) જેવો છે. વાસ્તવિક પિતાના કાર્યને કરનાર થતો નથી. જરૂરીના વખત સુધી અલ્પશક્તિવાળો હોવાથી બંધ ટકી શકતું નથી. સુંદર સ્મૃતિના બીજ ભૂતસારા સંસ્કાર નહિ પડવાથી. આને લઈ દેવગુરૂ વંદન વિગેરેમાં વિકલતા આવે છે. ભાવથી વંદનાદિ કાર્ય કરી શકતો નથી. ૨ તારાદષ્ટિમાં બાધ છાણાની અગ્નિના કણ જે છે. પહેલા કરતાં જરા અધિક ખરો પણ ખરા અવસરે બોધ બુઝાઈ જાય છે. વાસ્તવિક રીતે વધારે વખત ટકી શકે એવા વીર્યને અહીં અભાવ છે. આને લઈ કોઈ પૂજાદિ સારું કાર્ય કરવા તૈયાર થતાં પ્રથમની સ્મૃતિ સારી ન હોવાથી તે કાર્ય કરી શકતો નથી. ૩ બલાદષ્ટિમાં કાષ્ટાશિના કણની જે બેધ છે. આની અંદર પહેલા બે કરતાં જરા વધારે બેધ છે. પહેલા બેને બોધ આમાં આવે છે. આને લઈ આમાં વીર્ય શક્તિ જરા વધારે છે.
સ્મૃતિ પણ આમાં જરા સારી હોય છે. આને લઈ પ્રભુ પૂજાદિસારા કાર્યો કરવામાં પ્રીતિ થાય છે. અને પ્રયત્ન જરાપણ કરે છે. આ દીપ્તી દૃષ્ટિમાં બોધ દીવાની પ્રભા જેવો છે. પહેલા કરતા ઘણું વધારે છે. કારણ કે આમાં પહેલાના ત્રણ બંધ આવી જાય છે. આને લઈ આમાં વીર્ય શક્તિ વધારે હોય છે. તેમજ કાર્ય કરવાના ટાઈમે આમાં સ્મૃતિ ઘણી સારી હોવાથી દ્રવ્યથી તથા ભાવથી દેવ પૂજા ગુરૂ ભક્તિ વિગેરે કાર્યો કરવામાં. તથા કર્મબંધન વિગેરે કાર્યોમાં બીજાઓના કરતા આ દષ્ટિવાળાની પૃવૃત્તિ સમજણપૂર્વકની હોવાથી જુદી પડે છે. અહીં જ પ્રથમ ગુણ સ્થાનકની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org