________________
- ( ર૬ ) સંગે ચૂર્ણ એકના બદલે બીજું ભુલથી મલ્યું. વશ કરવાના બદલે તે બળદ બની ગયો. પોતાના પતિને બળદ બનેલ જાણી સ્ત્રીને ઘણો પશ્ચાતાપ થયે. પિતાનું પેટ ભરવું, અને બળદનું પણ પેટ ભરવું તે બંને પિતાના ઉપર આવી પડવાથી સવારમાં નીરંતર બળદને ચારવા પિતે લઈ જાય છે, એક ઝાડ નીચે બેસી ત્યાં બળદને ચારે છે, અને પોતે પોતાના કરેલા ગુન્હા બદલ પ્રભુની પાસે માફી માગતા રૂદન કરે છે. એક વખત એક વિદ્યાધરનું વિમાન ત્યાં થઈને ચાલ્યું જાય છે, આ વિમાનમાં વિદ્યાધરની સ્ત્રી હતી તેણે આ સ્ત્રીના રૂદનનું કારણ પુછયું. વિદ્યારે પ્રજ્ઞપ્તિ વિદ્યાદ્વારા રૂદનનું કારણ જાણી ઉત્તર આપ્યોકે પિતાના પતિને વશ કરવાના ચૂર્ણને ફારફેર થવાથી બળદ બની ગયો. આ કારણથી આ સ્ત્રી રૂદન કરે છે, વિદ્યાધરની સ્ત્રીએ પ્રશ્ન કર્યો કે એવો કોઈ ઉપાય છે કે અસલ સ્થિતિમાં પાછો આ માણસ આવી જાય ?
વિદ્યાધરે ઉત્તર આપે કે આ ઝાડ નીચે સંજીવની નામની ઓષધી છે જે તે તેના ખાવામાં આવે તે તરતજ અસલ સ્થિતિમાં આવી જાય. આ વાત નીચે રહેલી સ્ત્રી એ સાંભળી, પણ સંજીવની ઔષધી કઈ તે તે જાણતી ન હોવાથી ઝાડ નીચેની તમામ વનસ્પતિ તોડીને બળદ ના મુખમાં આપી, અંદર પેલી સંજીવની ઓષધી પણ આવી જવાથી તરત જ તે પુરૂષ રૂપે બની ગયે. આ દષ્ટાંત આપી આચાર્ય શ્રી કુમારપાળ રાજાને જણાવે છે કે રાજન હું તમને કહીશ કે આ ધર્મ સત્ય છે અને આત્મકલ્યાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org