________________
( ૨૫ )
જ્ઞાનભેદ-સહણ ભેદકારણીક મિત્રાદિ ચાર દષ્ટિમાં પરસ્પર ભેદ પડે છે અથવા દશનોમાં પરસ્પર ભેદ પડે છે. એમ
ગાચાર્યો જણાવે છે. રાગદ્વેષની ગ્રંથીને જેઓએ તોડી નાખેલ છે એવા સ્થિરાદિ દષ્ટિવાલા ગિઓ–મહાત્માઓની અંદર આવા સહણભેદે કદિ પડતા નથી. કારણકે તેઓ નય ભેદના સ્વરૂપને બરોબર જાણતા હોવાથી દરેક દર્શનના અભિપ્રાયોને સારી પેઠે સમજી શકે છે. કારણકે દશને છે તે જૈન દર્શનના અંગે છે, જન દશન છે તે સમુદ્ર સમાન છે. તેમાં દરેક દર્શન રૂપી નદીઓ આવીને મળે છે. આવા બેધને લઈ આ યોગિઓમાં ઉક્ત ભેદે પડતા નથી. સિરાદિ દષ્ટિવાળા માહાત્માએની પ્રવૃત્તિ પરના ભલા માટે હોય છે. વળી તેઓમાં શુદ્ધ બોધને લઈ આગ્રહ જરા પણ હોતો નથી, નિરંતર મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાને ભાવતા હોવાથી ગંભીર અને ઉદાર આશયવાળા હોય છે, તેમજ દરેક અને સંજીવની ચારિ ચરનાર બળદના દેહાંતથી મધ્યસ્થ ઉપદેશ આપી આગલ વધારે છે.
ચારિસંજીવની દષ્ટાંત. જૈન ધર્મને સ્વિકાર કર્યા પહેલા એકવાર કુમારપાલ રાજાએ ગુરૂવર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીને કર્યો ધર્મ ઉત્તમ છે, એ પ્રશ્ન કર્યો. આના ઉત્તરમાં ગુરૂશ્રીએ ચારિસંજીવનીનું દષ્ટાંત આપ્યું. રાજનું એક સ્ત્રીએ પોતાના પતિને વશ કરવા એક પરિવ્રાજકા પાસેથી વશીકરણ ચૂર્ણ મેળવી પોતાના પતિને ભેજનમાં નાખી ખવરાવ્યું. કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org