________________
(૨૩) પ્રથમ ઓઘદષ્ટિ બતાવે છે. समेघाऽमेघराव्यादौ सग्रहाद्यर्भकादिवत् ॥ ओघदृष्टि रिहज्ञेया मिथ्यादृष्टीतराश्रया ॥ १४ ।।
અર્થ. જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમની વિચિત્રતાને લઈ નાના પ્રકારની ઓઘદષ્ટિ-સામાન્ય દષ્ટિ છે, આ વાતને દષ્ટાંત આપી સમજાવે છે. એક વરસાદવાળી રાત્રિ, એક વરસાદ વગરની રાત્રિ, આદિ શબ્દથી એક વરસાદ વાલે દિવસ, અને એક વરસાદ વગરનો દિવસ, એક ભૂતાદિ ગ્રહો જેને વળગેલ છે એ બાળક અને આદિ શબ્દથી એક ભૂતાદિ ગ્રહો જેને નથી વળગે એ બાળક, એક તિમીરાદિ દોષવાળા મિશ્રાદષ્ટિ અને એક તિમીરાદિ દોષ વગરને મિથ્યાષ્ટિ આ વિગેરેને કે એક દૃશ્ય વસ્તુ જોવામાં જેમ તરતમતા પડી જાય છે, તે વસ્તુ સંબંધી બંધ થવામાં પણ જેમ ઘણો ફારફેર જોવામાં આવે છે, તેના જેવી આ ઓઘદૃષ્ટિ છે, ઓઘદૃષ્ટિ એટલે સામાન્ય દર્શન, સમજણ વગરના જેજે ધર્માનુષ્ઠાન કરવા તે બધા ઓઘદૃષ્ટિમાં દાખલ થાય છે. ૧૪
વિવેચન. ઓઘદષ્ટિ એટલે જન સમુહની સામાન્ય દષ્ટિ. ભવાભિનંદિ જીવ સંબંધી. વિચાર કે સમજણ કર્યા વગર ગતાનગતિક ન્યાયે વડિલના ધર્મને અનુસરવું; બહું જન સંમત એવા ધર્મના અનુયાયી થવું તે, પિતાની બુદ્ધિને ઉપયોગ ન કરો આનું નામ ઓઘદૃષ્ટિ છે. જ્ઞાન વરણાદિ કર્મની વિચિત્રતાને લઈ આ દૃષ્ટિ નાના પ્રકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org