________________
( ૧૭ ).
ઉદાસીનવૃત્તિ રૂપનિર્વેદ થાય છે, વૈરાગ્ય આવે છે, અને નિર્વેદ હોય તોજ દુઃખી જીવો ઉપર દયા ચિંતવવારૂપ અનુકંપા થાય છે. અને અનુકંપા હોય તો જ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા બેસવારૂપ આસ્તિયતા પ્રાપ્ત થાય છે. પૂર્વાનુપૂર્વી અસુંદર છે, પશ્ચાનુપૂર્વી સુંદર છે, આસ્તિક્યતા હોય તે અનુકંપાદિ બીજા હોય છે, આમ શાસ્ત્રના જાણકાર કહે છે. સમ્યક્ટશન પ્રાપ્ત થયા પછી કમની જે સ્થિતિ બાકી રહેલ છે તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મની સ્થિતિનો ક્ષય થવાથી બીજા અપૂર્વ કરણમાં પ્રથમ તાત્વિક ધર્મસંન્યાસ નામને સામર્થ્ય યોગ પ્રાપ્ત થાય છે, આ અપ્રમત્ત સંચતિ જ્યારે આઠમાં ગુણઠાણે ક્ષપકશ્રેણિ માંડે છે ત્યારે આ ધર્મસંન્યાસ ગ હોય છે, આ વખતે આત્મ ફુરણા તીવ્ર થાય છે. પરપરિણતિ થતી નથી, આ અતિ સુંદર દશાને જ્ઞાનીઓ પણ વર્ણવી શકે નહિ. યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ અતિ ઉત્કૃષ્ટ ચારિત્ર તથા જ્ઞાન દશામાં વર્તતાં ઘન ઘાતિ કર્મનો એકદમ નાશ થાય છે, અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા પશમ ભાવના જે ક્ષમાદિક દશ પ્રકારના ધર્મો તથા મત્યાદિ જ્ઞાન હતા તેની અહિં નિવૃત્તિ થાય છે. અને ક્ષાયિક ભાવના ક્ષમાદિક ધર્મો તથા જ્ઞાને પ્રાપ્ત થાય છે. આ તાત્વિક ધર્મસંન્યાસ યોગ છે. પણ અતાત્વિક ધર્મસંન્યાસયોગ છઠા ગુણ ઠાણે પ્રવજ્યા અંગીકાર કરતી વખતે હોય છે. સાવદ્ય પ્રવૃત્તિ લક્ષણ પ્રભુ પૂજાદિધર્મની નિવૃત્તિ રૂપ પ્રવજ્યા જ્ઞાનની પ્રાપ્તિ રૂપ છે. આ ભાગવતી પ્રવજ્યાનો અધિકારી સંસારથી જે 2.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org