________________
( ૧૬ ) વિવેચન. અહીં બીજું અપૂર્વકરણ ગ્રહણ કરવાથી ગ્રંથિભેદનું કારણભૂત પ્રથમ અપૂર્વકરણને નિષેધ કરવા દ્વિતીય શબ્દ ગ્રહણ કરેલ છે, કારણ કે પ્રથમ અપૂર્વ કરણમાં સામર્થ્ય યોગ હોતો નથી. અપૂર્વ કરણ એટલે આત્માને અપૂર્વ શુભ અધ્યવસાય-પરિણામ. આ અનાદિ અપારસંસારમાં રખડતા આજીવને ધર્મના સારા અનુષ્ઠાને કરતાં પહેલા કયારે પણ નહિ આવે એવો આત્માને અપૂર્વ અધ્યવસાય-પરિણામ ઉત્પન્ન થ તેનું નામ અપૂર્વ કોણ છે, આ અપૂર્વ કરણનું ફલ રાગદ્વેષરૂપી ગાઢ ગાંઠ છે તેને છેદ કરે તે છે, અને આ ગ્રંથિ છેદનું ફલ સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી તે છે, અને આ સમ્યક દર્શનથી સત્ય વસ્તુ સમજાય છે-જડતન્યનું જ્ઞાન થાય છે. સમ્યક્રશન એટલે પ્રમાદિલિંગવાલો શુદ્ધ આત્માનો પરિણામ. આ બીના શાસ્ત્રમાં કહેલ છે કે, આપણામાં સમ્યક્ટશન છે કે નહિ તે જાણવાને સમ્યકત્વના પાંચ લક્ષણે બતાવ્યા છે, આ લક્ષણે આપણામાં હોય તે જાણવું જે આપણામાં સમ્યકત્વ છે. અને આ લક્ષણે ન હોય તો તે મેળવવા પ્રયત્ન કરે. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્તિકયતા, આ પાંચ લક્ષણથી સમ્યકત્વ અભિવ્યક્ત-પ્રગટ થાય છે-આપણામાં સમ્યકત્વ છે કે નહિ તેની ખાત્રી થાય છે. તત્વાર્થ શ્રદ્ધાને સમ્યકત્વ કહે છે, આ સમ્યકત્વના પાંચ લક્ષણોને અનુક્રમ પ્રાધાન્યતાને અનુસરે છે, અને એક પછી એકને લાભ થાય છે.
પ્રશમ. સમભાવ હોય તોજ મેક્ષની અભિલાષારૂપ સંવેગ થાય છે. અને સંવેગ હોયતેજ સંસાર ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org