________________
(૩૫). શબ્દ યથા દષ્ટાંતમાં છે, જેવી રીતે આ સંસારી ત્રણ પ્રકારના પુરૂષે સાંખ્યમતના અનુસાર મુક્ત પદને પામેલાજણાવે છે, સ્વરૂપમાં ફેરફાર ન થવાથી, તેના અંગે શાસ્ત્રકાર જણાવે છે કે મુખ્યતૃત્યા તેઓ મુક્ત પદને પામેલાજ નથી. કારણ કે તે ત્રણે જણમાં મુક્ત શબ્દની પ્રવૃત્તિનું કારણુજ નથી. આ પ્રમાણે મુકત શબ્દના સ્વરૂપને જાણનારા જણાવે છે. જ્યાંસુધી સંસારમાં વ્યાધિગ્રસ્તનું સ્વરૂપ-રહસ્ય જાણવામાં આવશે નહિ ત્યાંસુધી મુક્તપદ કદી મળશે નહિ. ર૦૩ તો પછી મુકત વ્યવસ્થા કેવી રીતે, તે કહે છે. क्षीणव्याधिर्यथा लोके व्याधिमुक्त इति स्थितः ।। भवरोग्येव तु तथा मुक्तस्तंत्रेषु तत्क्षयात् ।।२०४॥
અર્થ. જેને વ્યાધિ ક્ષય થઈ ગયો છે તે માણસ લેકમાં વ્યાધિ મુક્ત છે. “pfafસ્થત:” એ પ્રમાણે કહેવાય છે, તેવી રીતે શાસ્ત્રમાં ભવરોગને ક્ષય થવાથી ભવોગી છે, તેજ વ્યાધિમુકત થયે તેમ કહી શકાય છે. જ્યાંસુધી ભવ્યાધિ છે ત્યાં સુધી મુક્ત કહેવાતું નથી. પારકા
વિવેચન. જગતની અંદર જે માણસને હવે ફરી કયારે પણ વ્યાધિ આવવાનો નથી અને જે હતો તે પણ સર્વથા ક્ષય થઈ ગયેલ છે તે જ માણસ વ્યાધિમુક્ત વાસ્તવિક કહી શકાય છે. પણ ફરી વ્યાધિ જે આવવાની હોય તો તે વ્યાધિમુક્ત કહી શકાતો નથી, વ્યાધિના અભાવ વડે તે સ્થિત છે, પણ સ્થાપવા લાયક નથી. તેવી રીતે ભાવગી છે તે જ “તથા મુજ” મુખ્યત્વે કરી સર્વ વ્યાધિથી મુક્ત થાય છે તેમ સમજવું, પણ દિદક્ષાદિ મળવાળો અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org