________________
(૨૩૩) ગયું છે, આ જ્ઞાન તે અવસ્થાંતરરૂપ બીજું છે. “તત:”િ તેથી શું? આથી એ કે આ જ્ઞાન પણ તમારા હીસાબે બ્રાંત થશે અને આ જ્ઞાનને બ્રાંત નહિ માને તે સિદ્ધસાધ્યતા, અમારે જે સાધવાનું હતું તે સિદ્ધ થાય છે–અવસ્થાભેદ પ્રાપ્ત થાય છે, ગૃહસ્થાશ્રમ ત્યાગ કરી સંન્યાસા-- શ્રમ સેવે છે, આ સંન્યાસ આશ્રમમાં પ્રથમ કરતાં ત્રિકાલા વસ્થાયિ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બધી અવસ્થાએ નહિ તે પછી શું કહેવાય? આ અવસ્થા સિદ્ધ થાય તો મુતતા સિદ્ધ થાય છે, અને વ્રત, તપ, જપ, ધ્યાન બધાં સાર્થક બને છે. આ પ્રમાણે આત્મા સંસારિક વ્યાધિથી મુકત થઈ પરમશાંતિરૂપ નિર્વાણ પદને પામે છે, પણ એકાંત અનિત્યાદિ તેમજ એકાંત નિત્યવાદિનામતમાં આ પરમશાંતિરૂપ નિર્વાણ ઘટે જ નહિ, આ બીના પ્રસંગને લઈ જણાવી, પણ હવે પ્રસ્તુત કહીએ છીએ. જગતમાં મુક્તિને વ્યાધિમુત માણસ મેળવે છે, આ બીના જણાવેલ છે, આના અંગે હવે જણાવે છે. ર૦૧
व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि ॥ व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते ॥२०२॥
અર્થ. એક વ્યાધિવાળો માણસ, બીજે વ્યાધિના અભાવવાળે તથા ત્રીજે તેનાથી જુદે વ્યાધિવાળાના પુત્રાદિ, આ જેમ ન્યાયથી વ્યાધિમુક્ત કદાપી પણ ઘટી શક્તા નથી. આ દૃષ્ટાંત જાણ. હવે તેને ઉપનય ઘટાવે છે. ર૦રા
વિવેચન. વાસ્તવિક વ્યાધિમુક્ત કોણ કહી શકાય? તે વાત દષ્ટાંત આપી સમજાવે છે કે, જ્યાંસુધી એક માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org