________________
(૩૦) જ્ઞાનસ્વરૂપ છે તે પછી આત્માને પ્રકૃતિને સહવાસ કયારે થય? શા કારણે થયે! સચિદાનંદ સ્વરૂપ છતાં પાછળથી જડસ્વરૂપ પ્રકૃતિને સહવાસ શા માટે આત્માને કરે પડે ? પ્રતિબિંબ પડવાથી જડવસ્તુ કદી ચૈતન્ય સ્વરૂપ બને જ નહિ; તેમ આત્માનું કર્તવ્ય કર્મબંધન તથા મુક્ત થવાનું તે જડસ્વરૂપ પ્રકૃતિમાં કદી બને જ નહિ, અને પ્રકૃતિમાં કદી બને તો પણ તેથી આત્મા કર્મમુક્ત થતું નથી. આ વિગેરે અનેક દોષ આત્માને નિત્ય એકસ્વરૂપ માનવાથી આવે છે. તેમજ આત્માની ભિન્ન અવસ્થા સિવાય મુક્ત પણ થતો નથી. આને ઉત્તર સાંખ્ય દશનકાર આપે છે કે, જ્યાં સુધી પ્રધાનાદિની પરિણતિજન્ય આ સંસારનું કારણ વસ્તુને જોવાની ઈચ્છારૂપ દિદક્ષા,અજ્ઞાનતારૂપ અવિદ્યા, સંસારમાં રજળાવનાર કર્મમલ, અને સંસારમાં મલતા અનેક જાતના અધિકાર વિગેરે આત્મભૂત સ્વાભાવિક વસ્તુ વિગેરે મુખ્યત્વે કરી આત્મામાંથી ચાલ્યા જાય છે અને જ્યારે આ દિદક્ષાદિ મળે ચાલ્યા જાય છે ત્યારે મુક્તાત્માને પછી પ્રધાનાદિજન્ય સંસારપરિણતિ હતી જ નથી. ઉત્તર. આ કથન અનુસારે પણ અવસ્થાભેદ સ્પષ્ટ માલુમ પડે છે. ૧૯૮૫
अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते ॥ एवं च भवनित्यत्वे कथं मुक्तस्य संभवः ॥१९९॥
અર્થ. ઉપર જણાવેલ બીના અંગીકાર કરવામાં ન આવે તો આ પ્રધાનાદિ પરિણતિ નિત્ય બનશે અને આ પ્રધાનાદિ પરિણતિ તેનેજ સંસાર કહેવામાં આવે છે અને આ પ્રમાણે સંસાર જીવને માટે નિત્ય થયે છતે મુકતતાને સંભવે પછી કેવી રીતે થશે ? ૧૯૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org