________________
(૨૨૯) વિવેચન. સાંખ્ય દશનકાર પચીશ તત્ત્વને માને છે તેમાં વીશને પ્રધાનરૂપ માને છે. અને પચીસમે આત્મતત્ત્વ છે. સત્વ, રજસ અને તમે આ ત્રણગુણની સરખી અવસ્થા થવી તેને પ્રકૃતિ કહે છે. આને અવ્યક્ત તથા પ્રધાન પણ કહે છે. આ પ્રધાનથી બુદ્ધિ ઊત્પન્ન થાય છે. આને મહાન પણ કહે છે. આ મહાનથી અહંકાર ઉત્પન્ન થાય છે. અને અહંકારથી સેલ પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. તેજ બતાવે છે, સ્પર્શ, રસ, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર,આ પાંચ જ્ઞાન ઇક્રિયે, ગુદા, લીંગ, વાણી, હાથ અને પગ એ પાંચ કમેઇદ્રિ છે. અગીયારમું મન પાંચતન માત્રા રૂપ રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ પ્રમાણે સેલને ગણ છે પાંચ ભૂત, પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત મળી એકવીશ તત્ત્વ થયા બીજી ત્રણ પ્રકૃતિ બુદ્ધિ અને અહંકાર મળી ચેવીશ તત્ત્વ પ્રધાનરૂપ જાણવા. પચીશમે તત્ત્વ આત્મા છે. આ ચાવીશ તત્ત્વરૂપ પ્રકૃતિને વિયોગ થવો તેનું નામ મોક્ષ માને છે. “ વદરતે મુજસે વૈવાતિઃ પુરુષોતુ.” આ પચીશ તત્ત્વમાં ચોવીશ જડસ્વરૂપ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, છતાં જડસ્વરૂપ એવી પ્રકૃતિ કર્મથી બંધાય છે. અને કર્મથી છુટે પણ છે. પણ આત્મા કર્મથી બંધાતું પણ નથી તેમ છુટતો પણ નથી. જે બંધાયેલ હોય છે તેજ છુટી શકે છે. તો પછી બંધાચેલ કોણ છે? ઉત્તરમાં જડસ્વરૂપ એવી પ્રકૃતિ આત્માના સહવાસથી પ્રકૃતિમાં આત્માનું પ્રતિબિંબ પડવાથી ચૈતન્યરૂપ બની તમામ કામકાજ કરે છે અને કર્મથી પણ બંધાયા છે. અહિં કહેવામાં આવે છે કે આત્મા તે નિલેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org