________________
(૨૧૯) આ અતિપ્રસંગ દોષ જણાવે છે. अनन्तरक्षणाऽभूतिरात्मभूतेह यस्य तु ॥ तयाऽविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ॥१९१॥
અર્થ. દરેક પદાર્થોમાં ક્ષણે ક્ષણે ઉત્પત્તિ માનવામાં આવે છે પણ જે વાદિ આત્મરૂપ વર્તમાનક્ષણનેજ ઉત્પત્તિ નું કારણ માની આગળપાછળના ક્ષણોમાં ઉત્પત્તિ માનતો નથી. તેના મનમાં અનંતરક્ષણની અભૂતિ-અનુત્પત્તિ સાથે વર્તમાન ક્ષણભાવને વિરોધ ન હોવાથી આ વર્તમાન ક્ષણ નિત્ય બનશે.અથવાકાયમમાટેઅસ-અવિદ્યમાન થશે. ૧૯૧ાા
વિવેચન. પ્રથમ કહ્યા મુજબ આત્મસ્વભાવ આત્માની સત્તા અગર આત્મસ્વરૂપ છે, આમ માનવામાં ન આવે તો અતિપ્રસંગદેષ આવશે. આ વાત અહિં બતાવે છે કે આત્માનું સ્વરૂપ કે આત્માની સત્તા દ્રવ્ય તથા પર્યાવરૂપ છે, નિત્યાનિત્ય સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ છે. આ ઉપયોગે વારંવાર પલટાતા હેવાથી અનિત્ય સ્વરૂપ આત્મા છે. અને મૂળ આત્મ દ્રવ્ય તેમાં ફેરફાર થતું ન હોવાથી આત્મા નિત્ય સ્વરૂપ છે. આ પ્રમાણે આભ દ્રવ્યનું સત્યસ્વરૂપ છતાં આત્માને ક્ષણિક અનિત્ય કે નિત્ય એકાંતથી માન તે એગ્ય ગણાય નહિ બધ્ધદર્શનવાળા આત્માને ક્ષણિક માને છે, અને જે ક્ષણમાં પદાર્થ ઉત્પન્ન થયે તેજ ક્ષણમાં તેની સત્તા છે પણ આગળ પાછળના ક્ષણમાં તે પદાર્થની ઉત્પત્તિ માનવામાં આવતી નથી. વર્તમાન ક્ષણરૂપ આત્મભૂતિ-સત્તા માનવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org