________________
(૨૧૮) આ ઉપરથી વાત અંગીકાર કરવી તે કહે છે. स्वभावोऽस्य स्वभावो यन्निजा सत्तैवतत्त्वतः ॥ भावावधिरयं युक्तो नान्यथाऽतिप्रसंगतः ।।१९०॥
અર્થ. આત્માનું જ સ્વરૂપ તે સ્વભાવ સમજો. પરમાર્થથી તે પિતાની સત્તા–વિદ્યમાનતા તેજ સ્વભાવ છે. આ સ્વભાવ છે તે “માયાવધિ આત્મસ્વરૂપ સુધી છે. બીજી રીતે યુક્ત નથી નહિ તે અતિ પ્રસંગ દોષ આવે ૧૯૦૧
વિવેચન. આ તમામ બીના ઉપરથી એ નિશ્ચય કરવામાં આવ્યું કે શુદ્ધ આત્મ સ્વરૂપે રહેવું આત્માને જે મૂળ સ્વભાવ છે સત્ ચિદાનંદ સ્વરૂપ તે રૂપે બનવું તેનું નામ મુક્ત થયે જાણ, તેજ વાત જણાવે છે કે આત્માનું જે મૂળસ્વરૂપ તેનું નામજ સ્વભાવ છે. પરમાર્થથી પોતાની સત્તા-વિદ્યમાનતા તેજ સ્વભાવ છે. આ સ્વભાવના અંગે ફરી પ્રશ્ન કરવામાં આવે કે સ્વભાવ શું વસ્તુ છે! ઉત્તરમાં આત્માની સત્તા આત્માની સત્તા એટલે શું? ઉત્તરમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ આ પ્રમાણે આ સ્વભાવ-ભાવાવધિ આત્માના શુદ્ધ સ્વરૂપ સુધી વિક૯પ કરી શકાય છે, પછી આગળ વિકલપ કરી શકાતા નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે આત્માને સ્વભાવ જ કહેવું પડશે પણ બીજી રીતે કહેવું વ્યાજબી નહિ ગણાય. શા માટે ! ઉત્તરમાં કહે છે કે અતિ પ્રસંગ દેવ પ્રાપ્ત થાય. કોઈ પણ વસ્તુનું પ્રતિનિયત સ્વરૂપ પછી રહેવા પામે નહિ જેની ઈચ્છામાં આવે તે પ્રમાણે વસ્તુનું સ્વરૂપ કલ્પી શકશે.આનુંનામ અતિ પ્રસંગદેષજાણ.૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org