________________
(૨૧૬ ) ' અર્થ. ઉપચાર વગરને આ સંસારરૂપી વ્યાધિ જીવને અનાદિ કાળના ભિન્નભિન્ન કર્મના બળથી ઉત્પન્ન થયેલ છે અને આ બીના તમામ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. ૧૮ળા - વિવેચન. આ સંસારને વ્યાધિની ઉપમા જે આપી છે તે કપિત નથી, પણ સત્ય છે. વળી આ સંસારરૂપી વ્યાધિ આ જીવને આજકાલની લાગેલી નથી પણ અનાદિ અનંતકાળની લાગેલી છે. અને આ વ્યાધિ દ્રવ્યકર્મ—અનુદય અવસ્થાવાળા, ભાવકર્મ ઉદય અવસ્થાવાળા ભેદથી ભિન્નભિન્ન કર્મના બળથી ઉત્પન્ન થયેલ છે અને આ બીના જન્મ, જરા, મરણાદિના અનુભવવડે તમામ પ્રાણી ગણ મનુષ્ય,તિર્યંચ,દેવ, નારકાદિ તમામ જીવોને અનુભવ સિદ્ધ વાત છે. ૧૮ળા
एतन्मुक्तश्च मुक्तोपि मुख्य एवोपपद्यते ॥ जन्मादिदोषविगमात्तददोषत्वसंगतेः ॥१८८॥
અર્થ. આ ભવ વ્યાધિ વડે જે મુકાણે તેજ વાસ્તવિક મુકત થયે–પરમપદને પામ્ય જાણ. જન્મમરણાદિ દોષ ચાલ્યા જવાથી અદેષપણાને પામે છે. જે ૧૮૮
વિવેચન. કેટલાક મતવાળા સંસારમાં જ જનક વિદેહી વિગેરેને શરીર છતાં મુકત માને છે, વળી કેટલાક દીવાના બુઝાઈ જવા જેવી મુકિત અહીં સંસારમાં માને છે. તેઓને સમજાવતાં ગુરૂશ્રી જણાવે છે કે આનું નામ મુકિત કહેવાય નહિ, પણ આ સંસારરૂપી મહાવ્યાધિ જન્મ, જરા, મરણુદિ દુખેને આપનાર તેનાથી જે મુક્ત થવું, ફરી આ સંસારમાં આવવાપણું ન રહે તે જ ખરેખરી વાસ્તવિક મુકિત કે મુક્ત થયે જાણો. કારણ કે હવે આ જીવનાં જન્મ, જરા, મરણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org