________________
•વીન II
(૨૧૫) મુક્ત થયેલ છે. તેવી રીતે આ જીવ પણ પૂર્વે કર્મ વ્યાધિવાળો હતો તે હમણા કર્મવ્યાધિથી મુકત થઈ મુક્તિમાં પરમશાંતિનો અનુભવ કરે છે. પણ જડરૂપ બનતે નથી આવી મુક્તિ માટે કોઈપણ બુદ્ધિમાન પ્રવૃત્તિ કરેજ નહિ. ૧૮પા
આજ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે. भव एव महाव्याधि जन्ममृत्युविकारवान् ।। विचित्रमोहजननस्तीवरागादिवेदनः ॥१८६॥
અર્થ. સંસાર છે તે જ મહાવ્યાધિ છે, અને જન્મ, જરા, મરણ આ બધા વ્યાધિનાવિકારે અને નાના પ્રકારનામેહથી ઉત્પન્ન થતે ગાઢરાગને અનુભવ તે વેદના સમજવી. ૧૮૬ાા
વિવેચન.ઉપરના શ્લોકમાં વ્યાધિમુકત પુરૂષ પરમશાંતિને પામે છે એમ જે જણાવ્યું તે અહિં પૂછવામાં આવે છે કે તે વ્યાધિ કઈ જાતની છે? આના ઉત્તરમાં જણાવે છે કે ભવ સંસાર તેજ મહા વ્યાધિ છે કે જેના બળથી આ જીવ ચારગતિની મહાવેદનાને અનુભવ કરે છે. જેમ વ્યાધિથી શરીરમાં અનેક પ્રકારના વિકારે ઉત્પન્ન થાય છે તે પ્રમાણે આ સંસારરૂપી મહા વ્યાધિથી આજીવમાં જન્મ, જરા, મરણ, વિગેરે વિકાર ઉત્પન્ન થાય છે. જેમ વ્યાધિથી માણસ અનેક પ્રકારની વેદનાને અનુભવ કરે છે, તેવી રીતે અહિં મિથ્યાત્વના ઉદયને લઈ સ્પ્રિંસંબંધી ઉત્પન્ન થતાં નાના પ્રકારના વિકારોને ગાઢ જે અનુભવ કરવો છે જેમાં વેદના રહેલી છે. ૧૮૬ मुख्योऽयमात्मनो ऽनादिचित्रकर्मनिदानजः ।। तथानुभवसिद्धत्वात् सर्वप्राणभृतामिति ॥१८७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org