________________
(૨૧૪). કરે છે અને ત્યાં સદાકાળ રહે છે, એ સ્થિતિમાંથી ફરી કમેકલેશમય સંસારમાં આવવાનું નથી. અને સંપૂર્ણ તાત્વિક સુખના રસને નિરંતર આસ્વાદ લેવાને છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ આપણા સર્વનું સાધ્ય છે. અને એના માટે આ સર્વ પ્રયત્ન છે. એ સ્થિતિમાં જે આનંદ છે તે વચનથી કહી શકાય તેમ નથી. ૧૮પા
મુક્તિમાં નિવૃતાત્મા કેવા હોય છે તે કહે છે. व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशोह्ययम् ।। नाभावो न च नो मुक्तो व्याधिनाऽव्याधितो न च ॥१८॥
અર્થ. જેવી રીતે વ્યાધિથી મુક્ત થયેલ પુરૂષ લોકમાં શાંતિનો અનુભવ કરે છે તેમ મુક્તિમાં આ નિવૃત્તાત્મા પરમ શાંતિનો અનુભવ કરે છે, પણ અભાવરૂપ નથી. તેમજ વ્યાધિથી મુક્ત નથી થશે તેમ પણ નથી. તેમજ પૂર્વે વ્યાધિ વગરને હવે તેમ પણ નથી. વ્યાધિ જવાથી તે અભાવરૂપ બનતા નથી. પણ શાંતિનો અનુભવ કરે છે. તેવી રીતે મુક્તિ માં પરમશાંતિનો અનુભવ કરે છે. ૧૮૬
વિવેચન. કેઈ દર્શનકાર મુતિમાં ગયેલા જીવાત્માને બુઝાઈ ગયેલા દીવા સમાન અભાવરૂપ માને છે. આ મતનું ખંડન કરતાં શાસ્ત્રકાર જણાવે છે કે જેમ લોકમાં કઈ માણસ વ્યાધિને ક્ષય થવાથી જેવી રીતે પરમ શાંતિને પામે છે તેવી રીતે મુક્તિમાં આ જીવાત્મા પરમશાંતિને પામે છે. પણ બુઝાઈ ગયેલા દીવાના અભાવરૂપ બની જતે નથી,તેમ વ્યાધિથી મુક્ત નથી થયે તેમ પણ નથી. વ્યાધિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org