________________
(૨૧૩) દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણનારા બને છે. સર્વ જાતની ઉત્સુકતા મટી જાય છે, અને પરના ભલા ખાતર આ પૃથ્વીતલમાં વિચરતા અનેક ભવ્ય જીવોને સભ્યત્વની પ્રાપ્તિ કરાવી મહાન ઉપકાર કરે છે, તે પછી પરમપદ પામવાની તૈયારીના સમયે સંન્યાસ નામના ગની પ્રાપ્તિ અહિં શરૂ થાય છે. આ રોગ પ્રાપ્ત થતાં હવે શું લાભ મળે છે તે જણાવે છે. ૧૮૩ तत्र दागेव भगवानयोगाद्योगसत्तमात् ॥ भवव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥१८४॥
અર્થ. તત્ર સંન્યાસ યોગના અંતે શિલેશીકરણ અવસ્થામાં જલદી પાંચ અક્ષર ઉચ્ચારણ કાળ માત્રમાં ભગવાન શેલેશીકરણથી ભવ્યાધિનો ક્ષય કરી નિર્વાણપદને પામે છે. તે ૧૮૪ છે
વિવેચન. તેરમાં ગુણઠાણામાં રહી અનેક ભવ્યજીવિના અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરાવી તેઓને જડત્યન્યનું સ્વરૂપ સમજાવી મોક્ષમાર્ગના અધિકારી બનાવી તે માર્ગ તરફ લઈ જાય છે. પોતે આત્માનંદમાં મસ્ત રહી સ્વાભાવિક આનંદની પરાકાષ્ઠા અનુભવે છે. એવી ઉત્કૃષ્ટ દશામાં કેટલોક વખત પૃથ્વીતલને પાવન કરી છેવટે શિલેશીકરણ અવસ્થામાં એગસંન્યાસ નામને સામર્થ્ય પ્રાપ્ત થતાં મન, વચન અને કાયાના યોગ ઉપર પૂર્ણ જય મેળવી બાકીના ચાર અઘાતી કર્મો વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યને ક્ષય કરી અગિ અવસ્થા પ્રાપ્ત થતાં ભવવ્યા ધિક્ષય કરી પરમશાંતિ જ્યાં છે એવું નિવૃત્તિસ્થાન પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org