________________
(૨૨) વિવેચન. પ્રથમ જે બીના જણાવી તેના ઉપાય ઘટાવતાં જણાવે છે કે ઘાતિકર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અતંરાય આ ચાર ઘાતિકર્મ વાદળાં જેવા જાણવા. બીજ અપૂર્વકરણમાં પ્રથમ જણાવી ગયા એવા ધર્મસંન્યાસ નામના ગરૂપ પવનના ઝપાટાથી જેમ વાદળાં ચાલ્યાં જાય છે, તેવી રીતે ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલો આ મહાત્મા શ્રેણ સમાપ્ત થતા ઘાતિકર્મરૂપ વાદળાનો નાશ કરી શ્રીમાન્ આ આત્મા આત્મિક પુરૂષાર્થના યોગથી જ્ઞાનકેવલી સર્વજ્ઞ બને છે ૧૮રા
આજ વાતને સ્પષ્ટ કરે છે. क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः ।। परं परार्थे संपाद्य ततो योगान्तमश्नुते ॥१८३।।
અર્થ. રાગદ્વેષાદિ સકલ દે જેઓના ક્ષય થયા છે એવા, તથા સર્વલબ્ધિઓ રૂપી ફલથી યુક્ત એવા સર્વજ્ઞ પ્રભુ ભવ્ય જીને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવવા રૂપ પર ઉપકાર કરીને પછી નિર્વાણ પામવાના સમયે બસંન્યાસ નામના બીજા ચોગને પ્રાપ્ત કરે છે. ૧૮૩
વિવેચન. ઉપરના શ્લોકમાં સર્વજ્ઞ બને છે તેમ જણાવ્યું છે તે વાતને સ્પષ્ટ કરતાં જણાવે છે કે જ્યાં સુધી દાનાદિ અંતરાયે તથા હાસ્યાદિ વિગેરે સમગ્ર દેશે ક્ષય ન થાય ત્યાંસુધી કઈ પણ જાતની લબ્ધિઓ, થતી નથી. આ સકલદેષ ક્ષય થવાથી જીન, હિજીન પરમહિજીન વગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થતાં સર્વજ્ઞ–સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org