________________
(૨૯)
એ કરી એ
માં બ5
અ ,
અર્થ. ચિંતામણીરત્નની શોધમાં ફરતો પુણ્યવાન રત્નાવણિક, રત્નની પ્રાપ્તિથી જેમ કૃતકૃત્ય થાય છે તે પ્રમાણે આ અધિકૃત મહામુની ધર્મસંન્યાસ નામના ગની પ્રાપ્તિથી કૃતકૃત્ય થાય છે. ૧૭લા
વિવેચન. રત્નની પરીક્ષા કરવામાં બાહોશ થએલા વાણીયાએ પ્રતિજ્ઞા કરી કે રત્નચિંતામણ-મનમાં જે ચિંતવે તે વસ્તુ મળે. આવું રત્ન મળે તોજ લેવું, આ પ્રમાણે નિર્ણય કરી પૃથ્વીને ઘણુ ખરા ભાગે ફરી વળે. આખરે
એક પર્વતના ભાગમાં બકરા ચારતા ભરવાડ પાસે આ રત્ન જોયું. અને પરિણામે તે રત્ન ઘણી મહેનતે તેણે તેની પાસેથી મેળવી કૃતાર્થ બને. જેવી રીતે આ પુન્યશાળી રત્નાવણિક રત્ન મેળવી પરમસુખી થાય તેવી રીતે આ પરા દષ્ટિમાં વતત ચેગી ધર્મસંન્યાસ નામના પરમ રત્નરૂપ યેગને પામી પરમ કૃતાથી થાય છે. પરમપદ હવે હાથમાં આવ્યું તેમ સમજે છે. ૧૭
ધર્મસંન્યાસ ગની પ્રાપ્તિ જણાવે છે. द्वितियाऽपूर्वकरणे मुख्योऽयमुपजायते ॥ केवलश्रीस्ततश्चास्य निःसपत्ना सदोदया ।।१८०॥
અર્થ. આ ધર્મસંન્યાસ નામનો રોગ બીજા અપૂર્વ કરણમાં મુખ્યપણે પ્રાપ્ત થાય છે. અને આ ધર્મસંન્યાસ યેગની પ્રાપ્તિ થતાં આ મહાત્મા વિરોધ વગર નિરંતર ઉદયવાળી એવી કેવલજ્ઞાનરૂપી લક્ષમીને મેળવે છે. ૧૮૦
વિવેચન. પ્રથમ અપૂર્વ કરણ, સમ્યકત્વની પ્રાપ્તિ 14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org