________________
(૨૦૮)
કરે છે. આ બંનેને દેખાવ બાહ્યદષ્ટિથી એકસરખે લાગશે. પણ ફલના ભેદને લઈ તેમાં ઘણો તફાવત પડે છે. બાહ્ય દૃષ્ટિવાળા તેની કિંમત એકસરખી આંકશે. પણ ગુણદોષના જાણકારે તેની કિંમત જુદા જ પ્રકારે આંકશે. અત્યાર સુધી સાંપરાયિક કર્મનો ક્ષય થતે હતો. કષાય જન્ય કર્મને ક્ષય થાય તે સાંપરાયિક કર્મક્ષય કહેવાય છે. કેવલજ્ઞાન થયા પછી આકર્મો રહેતાં નથી. એટલે હવે તેને ક્ષય કરવા જરૂર રહેતી નથી. પણ હજી ભોપગ્રાહિ કર્મ ચાર રહ્યા છે. આ ચાર કર્મ હોય ત્યાંસુધી મોક્ષ-પરમપદ મળી શકે નહિ. કર્મને આવવાના ચાર મોટા માર્ગો પૈકી મિથ્યાત્વ અવત, અને કપાય આનો ક્ષય થઈ ગયો છે. હવે માત્ર મન, વચન અને કાયાના કેગ રહેલ છે. આનાથી પણ કર્મ ચાલ્યું આવે છે. પણ આ કર્મને ઈર્યા પથિક કર્મ કહે છે. આ કર્મ પ્રથમ સમયે બંધાય, બીજે સમયે ભેગવાય અને ત્રીજે સમયે ખરી જાય છે. આ ભવેપગ્રાહિ કર્મ ભિક્ષા માટે પ્રવૃત્તિ કરતાં ક્ષય થાય છે. પહેલાંની દષ્ટિઓમાં સાં પાયિક કર્મ ક્ષય થતું હતું. હવે ઈપથિક–ચાલવાના અંગે લાગેલ કર્મ તેને પણ ક્ષય અહિં થાય છે. પરિણામે ફરી વખત આ જીવને સંસારમાં આવવું ન પડે એવી રીતે કર્મને દૂર ફેંકી દે છે. જે અનુકમથી કર્મને ફેંકી દઈ આ જીવ આગળ વધે છે તે બીના નીચેના લેકમાં જણાવે છે. જે ૧૭૮ ૫
तन्नियोगात्महात्मेह कृतकृन्यो यथाभवेत् ॥ तथायं धर्मसंन्यास विनियोगात्महामुनिः ॥१७९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org