________________
(૨૦૬) તે પ્રમાણે આ દૃષ્ટિમાં રહેલ પ્રાણુની ચેષ્ટા એક પ્રકારની ગુણશ્રેણું ઉપર આરોહણ જેવી હોય છે. ૧૭૭ના
વિવેચન. આ પરાદષ્ટિવાળો યોગી આઠમા ગુણઠાણાથી માંડી ચઉદમાં ગુણઠાણું સુધી પહોંચે છે. અને ક્ષાયિક ભાવના જ્ઞાનદર્શન ચરિત્રાદિ ગુણો પ્રગટ થાય છે. અને આત્મીય ગુણમાં પ્રવૃત્તિ કરવારૂપ કિયા અહિં હોય છે. પણ બાહ્ય ક્રિયાઓને અહિં ઉપયોગ હોતો નથી. કારણકે જ્યાં અંતરંગ પ્રવૃત્તિ થતી હોય ત્યાં બાહ્યાચારની જરૂર રહેતી નથી. તેમજ આ દશામાં માનસિક દૂષણ પણ લાગતા નથી. પ્રાપ્ત કરવા લાયક કેવલજ્ઞાન પ્રાપ્ત થવાથી હવે બાહ્ય કેઈપણ જાતને આચાર રહ્યો નથી.તેમજ અતિચાર લાગવાનું કારણ મિથ્યાત્વાદિ પણ ન હોવાથી સૂક્ષ્મદ અહિં લાગતા નથી. વળી જેમ મુનીરાજ ઉપશમ કે ક્ષ૫કશ્રેણીરૂપ પર્વત ઉપર આરોહણ કરે છે. તે પ્રમાણે અહિં પરિણામની ધારાએ આભાના પંડિત વીર્યના ઉલ્લાસથી ગુણશ્રેણી ઉપર આરહણ કરે છે, તેમજ નિરાચારપદ પ્રાપ્ત થવાથી આ મહાત્માની પ્રવૃત્તિ તથા કિયા વિગેરે ભવ ગતિથી ન્યારી હોય છે. જે ૧૭૭ છે આચાર નથી તે ભિક્ષાટન આચાર કેવી રીતે તે કહે છે.
रत्नादिशिक्षाम्भ्योऽन्या यथाक्तन्नियोजने ।। तथाचारक्रियाप्यस्य सैवान्या फलभेदतः ॥१७८॥
અર્થ. રત્નાદિની પરીક્ષા કરવામાં એક નિપુણ માણસ છે. અને બીજે અનિપુણ છે, રત્નને ક્ષાર પુટાદિવડે સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org