________________
(ર૦૫) છે. સૂર્યની કાંતિ પિઠે આંખને આંજી દેનાર થતો નથી. પરંતુ શાંતિ આપનાર થાય છે. અહીં આઠમે ગુણ પ્રવૃત્તિ નામને પ્રાપ્ત થાય છે. અને આત્મગુણમાં સંપૂર્ણપણે પ્રવર્તન થાય છે. આના પહેલાંની દૃષ્ટિમાં જે પ્રતિપત્તિ તત્વબોધના અંગે થઈ હતી તે પરિપૂર્ણ રીતે અમલમાં મુકાણી નહતી તે અહીં પ્રવૃતિમાં પરિપૂર્ણ રીતે મુકાય છે. અહિં આઠ દોષો પૈકી આઠમે આસંગ દેષ–સંસાર ઉપર મમત્વભાવ-આસકિતરૂપ તે અહિં ચાલ્યો જાય છે. આ દેષ જવાથી સમાધિ-આત્મ સ્વરૂપમાં પ્રવૃત્તિ કરવારૂપ પ્રાપ્ત થાય છે. ચંદન ગંધને ન્યાયથી, જેમ ચંદનને વાસ ચારે કેર સુગંધને ફેલાવે છે, તેવી રીતે આ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીના વચનને વિલાસ તેના શરીરનો ગંધ અને તેનું સર્વ વર્તન ચંદનની વાસની જેમ સર્વત્ર સુગંધ વિસ્તારનાર થાય છે. એટલે તેની આજુબાજુનું વાતાવરણ પણ તેના ગુણને વિસ્તારનાર થઈ પડે છે. “તદુત્તરાયા સંક૯પવાળા ચિત્તના અભાવને લઈ સંસાર તરફની પ્રવૃત્તિથી ઉત્તીર્ણ થઈ મુકત થઈને નિરાશીભાવ પ્રાપ્ત થતાં પરિણામે પરમપદને પ્રાપ્ત કરે છે. ૧૭૬ निराचारपदोह्यस्यामतिचारविवर्जितः ॥ आरुढारोहणा भाव गति वश्वस्य चेष्टितम् ॥१७७॥
અર્થ. આ પરાષ્ટિમાં રહેલ માહાત્માને કેઈ પણ પ્રકારના આચારે પ્રતિક્રમણ દેવવંદન વિગેરે હોતા નથી. કારણકે અતિચારાદિ દે તેઓને લાગતા નથી, તેમજ ઉપશમ કે ક્ષપકશ્રેણ ઉપર આરોહણ કરવામાં આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org