________________
(૨૦૧૩) અનુષ્ઠાનને જાણનારા જણાવે છે. સારાંશ એ છે કે આટલી હદે જ્યારે આ જીવ આગળ આવે છે ત્યારે પુદ્ગલિકભાવ તરફ તેની વૃત્તિ તદ્દન નીકળી જાય છે. અને પરમપદ મેળવવાનીજ તાલાવેલી લાગેલ હોય છે. અને આને લઈ અસંગઅનુષ્ઠાન કરે છે અને આ અસંગ અનુષ્ઠાનના પ્રતાપે પરમપદને મેળવી સચિદાનંદ સ્વરૂપ આત્મામાં પરમશાંતિને અનુભવ કરતાં મુક્ત બની જાય છે. મે ૧૭૫ છે
इतिश्री सप्तमी प्रभादृष्टि समाप्ता
હવે આઠમી પરાદષ્ટિ કહે છે. समाधिनिष्ठा तु परा तदासंगविवर्जिता ॥ सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ॥१७६॥
અર્થ. આ આઠમી પરા નામની દષ્ટિ સમાધિનિષ્ઠા આત્મસ્વરૂપમાં રમણતા રાત દિવસ તેમાં તત્પર રહે છે. અહિં સંસાર ઉપર મમત્વ રાખવારૂપ આસંગ નામનો આઠમો દેય ચાલ્યા જાય છે. અને આઠમો ગુણ પ્રવૃત્તિ નામને પ્રગટ થાય છે. આ દષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા જેવા સૂક્ષ્મબોધ થાય છે. આ સૂક્ષ્મજોધને લઈ ચિત્તની એકાગ્રતા સારી રીતે થાય છે. આને લઈ આત્મભાવમાં સંપૂર્ણપણે પ્રવર્તન થાય છે. અને અહિં નિરાશીભાવ પ્રાપ્ત થાય છે. સંકલ્પવિકલ્પનો પણ અભાવ થાય છે. ૧૭૬
વિવેચન. સમાધિનિષ્ઠા પરા નામની આઠમી દષ્ટિ છે. વેગનું આ આઠમું અંગ છે સમાધિ કહેતાં ધ્યાન વિશેષનું ફલ તેને સમાધિ કહે છે, પતંજલી રૂષી યોગશાસ્ત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org