________________
(૨૦૨) કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. આ અસંગઅનુષ્ઠાનને બીજાઓ જુદા જુદા નામથી બોલાવે છે તે કહે છે, સાંપે આ અસંગઅનુષ્ઠાનને પ્રશાંતવાહિતા કહે છે. બૌદ્ધો વિભાગ, પરિક્ષય કહે છે. શૈવ શિવવર્મા કહે છે અને પતંજલી વિગેરે ભેગીઓ ધ્રુવાવા-ધ્રુવમાગ કહે છે, આ અસંગ અનુઠાન ક્રિયામાં મહા ઉત્કૃષ્ટ આત્મદશા વર્તતી હોય છે. આ દષ્ટિ આત્મોન્નતિમાં બહુ વિકાસ બતાવે છે. અહિં સાધ્ય –મોક્ષ તદ્દન સ્પષ્ટ રીતે સમીપમાં દેખાય છે. અને ત્યાં પહોંચી જવા માટે એટલી દઢભાવના થાય છે કે તેના સુખની કલ્પના પાસે દેવલોકના અથવા અનુત્તરવિમાનના સુખપણ કિંમત વગરના લાગે છે. આ દષ્ટિ પરિણામે પરમપદ મેળવી આપે છે. જે ૧૭% છે
एतन्प्रसाधयत्याशु यद्योग्यऽस्यां व्यवस्थितः ।। एतत्पदावहैषैव तत्तत्रैतद्विदां मता ।। २७५ ॥
અર્થ. આ દષ્ટિમાં રહેલ યોગી શીવ્ર અસંગઅનુષ્ઠાનને સિદ્ધ કરે છે. આ અસંગ અનુષ્ઠાનને પ્રાપ્ત કરાવનાર આ દૃષ્ટિજ છે. આ દષ્ટિમાંજ આ અસંગ અનુષ્ઠાન તેના જાણકારોને ઈષ્ટ છે. ૧૭૫ છે
વિવેચન. આદષ્ટિબહુ ઉન્નતદશા પ્રાપ્ત કરેલ અપ્રમત્ત યતિનેજ હોઈ શકે છે, અને આ અપ્રમત્ત યતિ ઘણોજલદી સાધ્ય –મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, આસ્થિતિ પ્રાપ્ત કરાવનાર આ અસંગ અનુષ્ઠાન છે. આગળ કહ્યા મુજબ અનાગામિપદ-પરમપદને આજ અનુષ્ઠાન મેલવી આપે છે. અને આ અસંગઅનુષ્ઠાન આ દૃષ્ટિમાં રહેલે ગજ મેળવી શકે છે. એમ આ અસંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org