________________
(ર૦૦) ગણાય છે. તે પ્રમાણે આ મહાત્માઓ પણ ક્ષીણપ્રાય મલ થઈ જવાથી નિરંતર કલ્યાણ સ્વરૂપ છે, મુકતપ્રાય છે.૧૭રા
सत्प्रवृत्तिपदं चेहाऽसंगानुष्ठानसंज्ञितम् ।।
महापथप्रयाणं यदनागामिपदावहम् ॥ १७३ ।। અર્થ. આ દૃષ્ટિમાં અસંગાનુષ્ઠાન કેઈ પણ જાતના પુદ્. ગલિક ફલની ઈચ્છા ન રાખવી એવું અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. આ અનુષ્ઠાન સત્ પ્રવૃત્તિપદં-સારી પ્રવૃત્તિ કરાવે છે. તેમજ મહાપથ–મોક્ષમાર્ગ તરફ પ્રયાણને આરંભ થાય છે. અને આનાગામીપદં–સિદ્ધિપદ મેળવી આપે છે. આ બધે પ્રતાપ અસંગાનુકાનને છે. જે ૧૭૩
વિવેચન. આ દષ્ટિ ધ્યાનપ્રિય હોવાથી આ દૃષ્ટિવાળા પ્રાણિ મોટે ભાગે આત્મધ્યાનમાંજ મસ્ત રહે છે. આ જે કિયા છે તે જ અસંગાનુષ્ઠાન છે. કેાઈ પણ જાતના પદુગલિક ફલની ઈચ્છા વગર શાસ્ત્રમાં બતાવેલી વિધિપૂર્વક જે અનુષ્ઠાન થાય છે તે કિયાને અસંગ અનુષ્ઠાન કહે છે આ અનુષ્ઠાન મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવાને સત્ પ્રવૃત્તિ રૂપ છે, તેમજ આગામિપદ પરમપદને આપનાર છે. આ બધે પ્રતાપ અસંગાનુષ્ઠાનને છે. શાસ્ત્રમાં વિષ, ગરલ, અન હેતુ, તહેતુ અને અમૃતાનુષ્ઠાન આ પ્રમાણે પાંચ પ્રકારના અનુષ્ઠાને પણ બતાવેલ છે. વળી હરિભદ્રસૂરિ
ડશ ગ્રંથમાં બીજી રીતે ચાર પ્રકારના અનુષ્ઠાને બતાવે છે. પ્રીતિ, ભકિત, વચન અને અસંગ અનુષ્ઠાન, સ્ત્રિનું ભરણ પોષણ જેમ રાગથી કરવામાં આવે છે તેવી રીતે પ્રીતિથી રાગપૂર્વક અનુષ્ઠાન કરવાં તે પ્રીતિ અનુષ્ઠાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org