________________
(૧૯) તેના પુન્યથી જેને સુખ મળે છે તેને દુખે કેમ કહે છે? શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે પુણ્યની અપેક્ષાથી પ્રાપ્ત થતું જે સુખ તે પણ પ્રથમ કહી ગયા તે ન્યાયથી દુઃખજ છે. કારણ કે પુન્ય પણ કમ હેવાથી પરજ છે. આત્માથી જે ભિન્ન છે તે બધું પર છે. અને જ્યાં પર છે. ત્યાં દુઃખજ છે. દુઃખનું જે લક્ષણ બાંધ્યું “જાવ ટુ’ તે અહિં છે. માટે પુણ્યની અપેક્ષાવાળું સુખ છે તે પણ પરવશપરાધિનતાવાળું હોવાથી તે દુઃખ જ છે તેમ સમજવું. પરંતુ આત્મધ્યાનથી ઉત્પન્ન થયેલ સુખ તેજ તાત્વિક સુખ છે. બીજાને આધિન ન હોવાથી, તેમજ કર્મના વિયેગથી-કર્મના અભાવથી ઉત્પન્ન થયેલ હોવાથી આજ તાત્વિક સુખ છે તેમ સમજવું. મે ૧૭૨ છે
ध्यानं च निर्मले बोधे सदैव हि महात्मनाम् ।। क्षीणपायमलं हेम सदा कल्याणमेव हि ॥१७२।।
અર્થ. આ દષ્ટિમાં બોધ નિર્મળ હોવાથી મહાત્મા પુરૂષ-મુનીઓને નિરંતર ધ્યાન હોય છે. જેને મળ નીકળી ગયે છે એવું સ્વર્ણ છે તે નિરંતર કલ્યાણજ કહેવાય છે.
વિવેચન. આ પ્રભાષ્ટિમાં સૂર્યની પ્રભા જે સ્થિર તથા નિર્મળ ક્ષપશમથી ઉત્પન્ન થયેલ બંધ હોવાથી આ દષ્ટિવાળા મહાન પુરૂષોને નિરંતર ધ્યાન-સ્વસ્વરૂપમાં રમણતા કરવા રૂપ કાયમ બની રહે છે. સત્યવસ્તુ સમજાયા પછી પરવસ્તુમાં માથું મારવાપણું કદી હોઈ શકે જ નહિ, આ વાતને દષ્ટાંત આપી સમજાવે છે કે જેમાંથી મલક્ષીણ પ્રાપ્ત થઈ ગયે છે એવું સુવર્ણ સદા નિરંતર કલ્યાણ કહેવાય છે–પવિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org