________________
(૧૪)
પ્રગટ થાય છે. જડચતને વિવેક સારી રીતે કરી શકે છે, ભેગોના ખરા સ્વરૂપને સમજે છે, આ કર્મબંધનના કારણભૂત છે એમ બબર જાણે છે. છતાં હજી સુધી તે બાજુથી નિવૃત્તિ કરી શકી નથી. છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં આ જીવ આગળ વધે છે, એટલે તેનામાં દેશ વિરતિપણું પાંચમું ગુણઠાણું, સર્વવિરતીપણું છઠું ગુણઠાણું પ્રાપ્ત થાય છે. અહીં શ્રાવક નિલેપ માફક રહી ભેગે ભેગવે છે. પણ પા છે સર્વ વિરતિમાં આગળ આવે છે; સાતમી પ્રભાષ્ટિ તે સર્વ વિરતી વાળાને હોય છે. તે પણ અપ્રમત્ત સાધુને સાતમા ગુણઠાણાથી આગળ વધી આઠમે ક્ષપકશ્રેણું માંડે છે ત્યારે આઠમાંથી માંડી તેરમા ગુણઠાણા સુધી હોય છે. અહીં ક્ષાચિક ભાવના જ્ઞાન દર્શન અને ચારિત્ર પ્રાપ્ત થતાં કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રગટ થાય છે. આ બધે પ્રતાપ ધ્યાનને છે. ચિદમાં ગુણઠાણે શૈલેષી કરણ અવસ્થામાં પૂર્ણ ધ્યાન પ્રાપ્ત થતાં પરમપદ મેળવે છે. આ બીના આઠમી દૃષ્ટિમાં આવશે. આ સાતમી પ્રભાષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જેમ લાંબા વખત સુધી સ્થિરપણે એકસરખો પ્રકાશ આપે છે, તેવો આ દષ્ટિમાં બંધ થાય છે. તે મહાલાભનું કારણ થાય છે. એ બધ ધ્યાનનું નિમિત્ત બને છે. કારણ ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા થવી જોઈએ તે આવા એક સરખા ચાલુ બોધથી થઈ શકે છે. વળી આવા તિવ્ર સ્થિર બધથી અન્ય ધર્મના શાસ્ત્રો વાંચે તો પણ તેની વાંચનારના મન ઉપર જરા વિપરીત અસર થતી નથી. પાંચ યમોમાં એટલા બધા આગળ વધેલા હોય છે કે તેઓની પાસે ગમે તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org