________________
(૧૮૮)
અરૂચિ થઈ ગઈ હોય છે, સંસારમાં રહીને નિલેપ રહેવાની ભાવના ઘણું હોય છે. આને લઈ મૃતધર્મ–આગમ રહ
ની મીમાંસા-વિચારણું મનથી નિરંતર કર્યા કરે છે. અને કાયાને બીજા સામાન્ય કામ કરવામાં જોડે છે, જડ ચૈતન્ય તથા ભેગાદિ વસ્તુનું સ્વરૂપ સભ્યપ્રકારે સ્વરૂપને વિવેચક કરનાર–પૃથક કરનાર જ્ઞાનથી એવું તો સરસ રીતે જાણેલ છે કે ઈંદ્રિય સંબંધી ભેગોમાં આસક્તિ ન હોવાથી તેને સંસારનું કારણ બીલકુલ થતા નથી-કર્મબંધનનું કારણ થતા નથી, આ વાતને દૃષ્ટાંત આપી સમજાવે છે કે કોઈ એક સ્ત્રિ પોતાના ઘરના તમામ કામકાજ કરે છે, પણ
જ્યારે કામથી મુક્ત થાય છે ત્યારે તેનું મન પિતાના પ્રાણવલભ પતિને મળવાનું રહ્યા કરે છે, તે પ્રમાણે આ દશામાં રહેલે પ્રાણી કદાચ સંસારિક કાર્યો કરે તો પણ તેનું મન કૃતનું વાંચન, શ્રવણ અને મનન તરફ સર્વદા દેરાયેલું રહે છે. આ સુંદર સ્થિતિ પ્રાપ્ત થવાનું કારણ જ્ઞાન ઉપરનો તેનો આદરભાવ અને તેને પ્રાપ્ત થયેલ મિમાંસા ગુણ છે. આને લઈ વિષયભોગે તેને સંસારનું કારણ થતા નથી. ૧દરા
આ વાતને દષ્ટાંત આપી સમજાવે છે.
मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् ।। तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥१६३॥
અર્થ. આ દષ્ટિવાળે પ્રાણી માયાજળને વાસ્તવિક દેખી તેથી જરાપણ મુંઝાઈ ન જતાં તે પાણીની મધ્યમાં થઈને જલ્દી તરી વ્યાઘાત વગર પાર ઉતરી જાય છે. ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org