________________
(૧૭૫). અને મિશ્ર હનિય અને સમ્યક મેહનીય આ પ્રમાણે સાત પ્રકૃતિનો ક્ષય કરવાથી વેદ્યસંવેદ્ય પદ–ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ ક્ષાયિક સમ્યકત્વ સૂમબોધથી યુક્ત હોવાથી આમાં કોઈ પણ જાતને અતિચાર દેશ લાગતું નથી. અને પરિણામે આજ ભવમાં ઉત્કૃષ્ટથી પરમતત્વરૂપ મોક્ષ, ક્ષપકશ્રેણ માંડે તે અપૂર્વ અધ્યવસાયથી મેળવી શકે છે. પરંતુ જે ઉપશમશ્રેણી માંડી હોય તે અનુત્તર વિમાનમાં જાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં પોતાના આયુષ્યના ત્રીજે ભાગે નરકના આયુષ્યનો બંધ પડી ગયો હોય તો નરકમાં પણ જવું પડે છે. આને લઈ ક્ષાયિક દષ્ટિવાળા જીવને ત્રણ ભવ કરવા પડે છે. રત્ન ઉત્તમ હોય પણ રજ પડવાના કારણે જેમ સહેજ ઝાંખાશ માલુમ પડે તેના જેવું આ સમ્યત્વ હોવાથી ત્રણ ભવ કરવા પડે છે, બાકી શુદ્ધ સ્ફટિક જેવું નિર્મળ હોય તો તેજ ભવમાં મોક્ષ મેળવી દે છે. એ ઉપર છે
આ દષ્ટિવાળાને હવે સંસાર કે ભાસે છે. बालधलीगृहक्रीडातुल्यास्यां भाति धीमताम् ॥ तमोग्रंथि विभेदन भवचेष्टाखिलैव हि ॥१५३॥
અર્થ. શુદ્ધ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે આ દષ્ટિવાળા બુદ્ધિશાળી મનુષ્યને અજ્ઞાનરૂપી ગ્રંથિનો નાશ થવાથી સંસાર સંબંધી તમામ ચેષ્ટાઓ બાલકાએ રમવાને માટે બનાવેલા ધૂલીના ઘરો તેના જેવી જણાય છે. ૧૫૩
વિવેચન. જ્યાં સુધી આ જીવને સત્યવસ્તુને બંધ થયે નથી, ત્યાંસુધી બનાવટી હીરા, માણેક, મેતીને સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org