________________
ગલિક વડે
ત્ય- કપ, પ્રતિક્રમ
(૧૭૪) કરતી અટકાવવી, પાંચ ઇંદ્રિના ત્રેવીશ વિષયે છે તેમાં ઇંદ્રિયોને ન જોડતાં સ્વચિત્ત સ્વરૂપાનુસારી તેને બનાવી દેવી તેવું નામ પ્રત્યાહાર છે. આટલી હદે જ્યારે આત્મા આવે છે. ત્યારે અવશ્ય ઇંદ્રિયો ઉપર કાબુ આવે છે. અને પુદ્ગલિક વસ્તુ ઉપરની આસક્તિ હઠી જાય છે. આવું આ દર્શન છે. તેમજ કૃત્ય-કરવા ગ્ય દેવ ગુરૂવંદન, પૂજા, સત્કાર, સન્માન, સામાયિક, પિષધ, પ્રતિકમણ વિગેરે તમામ ધાર્મિક ક્રિયા કરવા ઉપર તેને ઘણેજ આનંદ આવે છે. તેમજ આ અનુષ્ઠાને સમજણપૂર્વકના થતાં હોવાથી હવે આ બધા અનુષ્ઠાને અમૃતક્રિયારૂપ બને છે. પહેલાં જે જે ધર્મના અનુષ્ઠાને કરતે હતો તે માટે ભાગે ઓઘદ્રષ્ટિથી વગર સમજણ પૂર્વકના કરતો હતો પણ હવેના અનુષ્ઠાન આદર. બહુમાન, અને સમજણ પૂર્વકના થાય છે. તેથી અમૃતક્રિયા બને છે. તેમજ પ્રથમના આઠ દેશે પૈકી પહેલાની ચાર દૃષ્ટિમાં ખેદ, ઉદ્વેગ, શેપ, અને ઉત્થાન નામના ચાર દોષે ચાલ્યા જવાથી આ પાંચમી દષ્ટિમાં અનુક્રમે બ્રાંત -ભ્રમ નામને પાંચમે દેષ ચાલ્યો જાય છે. એટલે આ જીવને અત્યારસુધી તત્વજ્ઞાનમાં તથા સર્વજ્ઞની વિશિષ્ટતા વિગેરેમાં કાંઈકશંકાથયા કરતી હતી તે અહિં વિરમી જાય છે, આનેલઈને અહિં બેધ સમ્ય પ્રકાર અને સૂક્ષ્મ થાય છે. આ સૂમબોધને લઈ પહેલાંકહીગયાએવી રાગદ્વેષરૂપી ગાઢ કર્મનીગ્રંથિ આ જીવે અનાદિકાલની બાંધેલી છે. તેને આ દષ્ટિવાળો જીવ અપૂર્વકરણ-અપૂર્વ પરિણામની ધારારૂપ ખગથી તોડી નાખે છે અને અનિવૃત્તિકરણથી અનંતાનુબંધિ ફોધ, માન માયા અને લોભરૂ૫ ચાર કષા અને મિથ્યાત્વ મોહનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org