________________
(૧૦૩). ગયે હોય તે પણ જેમ આ રત્નપ્રભાને પવન કાંઈ પણ કરી શકતો નથી–બુઝાવી શકતો નથી. તેવી રીતે તેના બોધને જરા પણ ઈજા આવતી નથી. તેને ચળાવવાને વ્રત, પચ્ચખાણ નિયમ તથા સમ્યકત્વથી પતિત કરવા ઇંદ્રો પણ આવે છતાં કદી પણ તે ચલાયમાન થતું નથી આ બોધ ક્ષાયિકદર્શનરૂપ છે. નિત્ય છે, આવ્યા પછી કદી પણ જતું નથી. માટે અપ્રતિપાતિ છે. તેમજ આમાં અતિચારરૂપ દેષ પણ નથી. ક્ષયોપશમ કે ઉપશમ ભાવના જે સમ્યક છે તે અતિચાર દોષવાળા છે. જેમકે કોઈ માણસના ચક્ષુના પડલનો ઉપદ્રવ સર્વથા નાશ થઈ ગયા છે, અને ચક્ષુ નિર્મળ થઈ છે. છતાં હજી વૈદ્યને બતાવેલ ઉપાય જાણી શકતા નથી અને આને લઈ ફરી પડલ આવવા સંભવ છે. તેવી રીતે આ ક્ષયે પશમ અને ઉપશમ ભાવના સમ્યકત્વમાં પણ પતિત થવાના કારણોને લઈ અનિત્ય છે. અને અતિચારવાળાં છે. રત્નની પ્રભામાં પણ રજ-ધૂલીને ઉપદ્રવ થાય છે. તેમ આ ક્ષ પશમ તથા ઉપશમ સમ્યકત્વમાં પણ જાણવું. આ વિજળી લાઈટ નથી પણ ગ્યાસની બત્તી છે, પરંતુ ક્ષાયિકસમ્યકત્વ છે તે વીજળી લાઈટ છે તે કદી બુઝાતી નથી. પણ આ ગ્યાસની બત્તી બુઝાઈ જવાની છે. આટલી મલીનતા છે. છતાં બેધ સમ્યક પ્રકારને અને સૂક્ષ્મ હોવાથી અત્યારસુધી આ પર્વની પ્રવૃત્તિ ઇંદ્રિય વિષએમાં જે આસકિત હતી અને પુદગલીક બાબતમાં જે
લુપતા રહેતી તે અહિં ઘટી જાય છે, અને તેની દૈવિક પ્રકૃતિ પ્રબળ બની જાય છે. અહિં પ્રત્યાહારનામનું યોગનું પાંચમું અંગ પ્રાપ્ત થાય છે. ઇંદ્રિયેને પોતાના વિષયમાં પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org